Anant Radhika Wedding :માત્ર ઝકરબર્ગ જ નહીં, પરંતુ તેમના પત્ની પ્રિસિલા ચાન પણ આ ઘડિયાળને ધ્યાનથી જોઈ રહ્યા છે
Anant Radhika Wedding :જામનગરમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમની ચાલી રહી છે. આ દરમિયાન એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મેટાના CEO માર્ક ઝકરબર્ગ અનંત અંબાણીની ઘડિયાળ જોઈ રહ્યા છે. વીડિયો જોઈને લાગી રહ્યું છે કે તેઓએ અનંત અંબાણીની ઘડિયાળ ખૂબ જ પસંદ આવી છે. માત્ર ઝકરબર્ગ જ નહીં, પરંતુ તેમના પત્ની પ્રિસિલા ચાન પણ આ ઘડિયાળને ધ્યાનથી જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, જામનગરમાં ચાલી રહેલા આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં દેશ અને દુનિયાના તમામ દિગ્ગજો હાજર છે.
ઘડિયાળની કિંમત 14 કરોડ રૂપિયા છે
જામનગરમાં પ્રિ-વેડિંગ સેરેમનીમાં અનંત અંબાણીએ ઓડેમાર્સ પિગોટ રોયલ ઓક (Audemars Piguet Royal Oak) ની ખાસ ઘડિયાળ પહેરી હતી. આ ઘડિયાળની કિંમત 14 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ પહેલીવાર નથી, જ્યારે અનંત અંબાણીએ આટલી મોંઘી ઘડિયાળ પહેરી હોય.
આ પહેલા તેઓેએ એપ્રિલ મહિનામાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના પહેલા દિવસે એન્ટ્રી કરી હતી, ત્યારે પણ તેમની ઘડિયાળ મીડિયામાં હેડલાઇન્સ બની હતી. ત્યારે અનંત અંબાણીએ પાટેક ફિલિપ્પે (patek philippe)ની ઘડિયાળ પહેરી હતી. તેની કિંમત 18 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. એવું કહેવાય છે કે આ ઘડિયાળને બનાવવામાં 100,000 કલાકનો સમય લાગ્યો હતો.