Surendranagar News :16 વર્ષિય સગીરા પર પાંચ શખ્સોએ દુષ્કર્મ આચર્યું, Breaking News 1

Spread the love

Surendranagar News :વઢવાણના એક વિસ્તારની 16 વર્ષિય સગીરાને 5 શખ્સોએ 8 મહિના સુધી ધમકીઓ આપી દુષ્કર્મ આચરવાની ઘટના બની છે

Surendranagar News :વઢવાણના એક વિસ્તારની 16 વર્ષિય સગીરાને 5 શખ્સોએ 8 મહિના સુધી ધંમકીઓ આપી દુષ્કર્મ આચરવાની ઘટના બની છે. સગીરાને 6 મહિનાનો ગર્ભ રહી જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. સગીરાના પરિવારજનોની ફરિયાદના આધારે વઢવાણ પોલીસે પાંચેય શખ્સોની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે. 

Surendranagar

6 માસનો ગર્ભ રહેતાં મામલો બહાર આવ્યો

પિતા મરણ પામતાં માતા એકલી મૂકીને અન્ય સ્થળે રહેવા ચાલી ગઈ હોવાથી સગીરા 90 વર્ષિય દાદી સાથે રહેતી હતી. સગીરાની એકલતાનો લાભ લઈ પાંચેય શખ્સોએ સગીરાના ઘરમાં અવાર નવાર ઘૂસી દુષ્કર્મ આચરતા હતા. છરી બતાવી તેમજ ધમકી આપી અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરતા હતા. વારંવાર દુષ્કર્મ આચરતા હોવાથી સગીરાને 6 મહિનાનો ગર્ભ રહી જતાં પરિવારજનોને જાણ થઈ હતી. 

સગીરાની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યુ 

વઢવાણ પોલીસને જાણ કરતાં પોલીસે સગીરાના સગા ફુઆ રફીક ઉર્ફે મુન્નો કેરાળીયા, અલફ્રાન મિરઝા, સમીર મલેક, શાહરૂખ મલેક અને અવેશ ચૌહાણની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. સગીરા પર વધુ કેટલાક યુવકોએ પણ દુષ્કર્મ આચર્યું હોવાની શક્યતાઓને હોવાની પણ લોકોમાં ચર્ચાઓ થઇ છે. જો કે, હવે પોલીસ આરોપીઓ પાસેથી શુ નવા ખુલાસાઓ કરાવે છે તે જોવુ રહ્યુ. સમગ્ર કેસને લઈ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. 

LINK 1

LINK 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *