TOP News :પોરબંદરના મધદરિયેથી 3 હજાર કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, Breaking News 1

Spread the love

TOP News :નેવી અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો છે, પોરબંદરના મધદરિયેથી 3 હજાર કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે

TOP News :ગુજરાતના દરિયા કિનારેથી વધુ એક વખત મોટા જ્થ્થામાં ડ્રગ્સ પકડાયું છે. નેવી અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો છે. પોરબંદરના મધદરિયેથી 3 હજાર કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ડ્રગ્સના જથ્થા સાથે 5 ખલાસીઓને પણ ઝડપી લેવાયા છે.

TOP News

TOP News :બોટ તેમજ પાંચેય ખલાસીઓ ઇરાનના 

દુશ્મન દેશમાંથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના આ મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવી દેવાયું છે. ચોક્કસ માહિતીના આધારે નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો,ઇન્ડિયન નેવી,કોસ્ટગાર્ડ અને ગુજરાત પોલીસે સમગ્ર ઓપરેશન પાર પાડ્યુ હતું. ડ્રગ્સની સાથે ઝ઼ડપાયેલા પાંચેય ખલાસીઓ ઇરાનના હોવાનું અને બોટ પણ ઇરાનની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

ખલાસીઓ પાસેથી સેટેલાઇટ ફોન અને અન્ય સામગ્રી કબજે કરાઇ છે. ખલાસી ક્યાના છે તે તપાસ બાદ જ સામે આવશે. આ સમગ્ર ઓપરેશન સોમવારે મોડી રાત્રે પાર પડાયુ હતુ.

ત્રણ અલગ-અલગ પ્રકારના ડ્રગ્સ 

ડ્રગ્સનો જે જ્થ્થો ઝડપાયો છે તેમાં ત્રણ અલગ-અલગ પ્રકારના ડ્રગ્સ હોવાનું સામે આવ્યું છે. હજુ સુધી ઝડપાયેલા ડ્રગ્સની કિંમતનો ચોક્કસ આંકડો તો સામે આવ્યો નથી પરંતુ માનવામાં આવે છે કે ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 20 હજાર કરોડ રૂપિયાથી પણ વધારે હોઇ શકે છે. 

રાજ્યમાં ડ્રગ્સ મેળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ફરી એકવાર સૌરાષ્ટ્રના દરિયા કિનારે ડ્રગ્સ ઝડપાયું છે. અત્રે જણાવીએ કે, વર્તમાનમાં ચાલી રહેલા વિધાનસભા સત્રમાં ડ્રગ્સ પકડવાના કેસનો આંકડો ગૃહ મંત્રીએ રજૂ કર્યો હતો. જે મુજબ ગુજરાતમાં વર્ષ 2022-23માં NDPSના 512 કેસ નોંધાયા છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી કુલ 5338 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. તેમણે વધુમાં આંકડા રજૂ કરતા દ્રારકામાંથી બે વર્ષમાં રૂપિયા 1 લાખ 76 હજારનું MD ડ્રગ્સ ઝડપાયું છે.

દ્રારકામાંથી કુલ રૂપિયા 2 લાખ 40 હજારથી વધુ કિમંતના કફ સીરપના 1622 નંગ જપ્ત કરાયા છે. સાથો સાથ દ્રારકામાં 15,વડોદરા શહેર અને ગ્રામ્યમાંથી 87 લોકોની ધરપકડ કરાઇ છે. વડોદરા શહેરમાંથી રૂપિયા 56 લાખ 32 હજારથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું. વડોદરા ગ્રામ્યમાંથી રૂપિયા 25 લાખ 37 હજારથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયુ જ્યારે દ્વારકા નજીક સમુદ્ર બોર્ડર હોવાથી તેને વિજિલન્ટ એરિયા તરીકે રખાયો છે.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *