Rajasthan Accident :નોખા પોલીસ સ્ટેશન વિસ્તારના ભારતમાલા એક્સપ્રેસ વે પર નૌરંગડેસર-રાસીસર નજીક થયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના કરુણ મોત થયા છે
Rajasthan Accident :ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અધિક્ષક તેજસ્વિની ગૌતમ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું કે ટ્રક અને સ્કોર્પિયો વચ્ચેની અથડામણમાં 5 લોકોના મોત થયા હતા. મૃતકોના મૃતદેહને નોખાની જિલ્લા હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કોર્પિયોના ટુકડા થઈ ગયા હતા.
ટ્રક અને સ્કોર્પિયો વચ્ચેની અકસ્માતમા 5 લોકોના મોત થયા
ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અધિક્ષક તેજસ્વિની ગૌતમ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું કે ટ્રક અને સ્કોર્પિયો વચ્ચે અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા. મૃતકોના મૃતદેહને નોખાની જિલ્લા હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કોર્પિયોના ટુકડા થઈ ગયા હતા.
અકસ્માત બાદ નેશનલ એક્સપ્રેસ હાઈવે પર વાહનોનો જામ થઈ ગયો
મૃતકોની ઓળખ ગુજરાતના ડો. પ્રતિક, તેમની પત્ની હેતલ, ગુજરાત કોમ્યુનિટી હેલ્થ ઓફીસર ર્ડા. પૂજા તેમના પતિ અને તેમની 18 મહિનાની પુત્રીનું મૃત્યું થવા પામ્યું છે. ટક્કર એટલી જોરદાર હતી કે પાંચેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટના અંગે મૃતકના પરિજનોને જાણ કરવામાં આવી છે. આ લોકો ક્યાંથી આવી રહ્યા હતા અને ક્યાં જઈ રહ્યા હતા તે હજુ સ્પષ્ટ થયું નથી. અકસ્માત બાદ નેશનલ એક્સપ્રેસ હાઈવે પર વાહનોનો જામ થઈ ગયો હતો.