Surat Crime News :સુરતમાં સ્નેચિંગ કરનાર બાઇકર ગેંગે પકડાઈ, Breaking News 1

Spread the love

Surat Crime News :સુરતમાં સ્નેચિંગ કરનાર બાઇકર ગેંગે પકડાઈ, 2 હજાર રૂપિયામાં બાઈક ભાડે લઈ સુરતમાં બહારથી આવતા લોકોના પર્સની ચોરી કરતા 

Surat Crime News :સુરતમાં મહિલાઓના પર્સની ચોરી કરનાર બાઇકર ગેંગ પકડાઈ છે. ઉધના પોલીસે સોના ચાંદીના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને પકડી પાડ્યા છે. મહિલાઓને ટાર્ગેટ કરી આરોપીઓ પર્સની ચોરી કરતા હતાં. પકડાયેલા આરોપી અસફાક શેખ, તોફિક શાનો, મોઈન પઠાણ રીઢા ગુનેગાર છે. પોલીસે મુદ્દામાલ સાથે ચારે આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Surat Crime

બોટાદથી પુત્ર સાથે સુરત સ્થાયી થવાના ઈરાદે આવતી મહિલાને ઉધના પાસે બાઈકર ગેંગ ટાર્ગેટ કરતી હતી. ૧.૨૦ લાખ ભરેલી મત્તાના પર્સની ચીલઝડપ કરનાર ત્રિપુટીને ઉધના પોલીસે દબોચી લીધા હતા. આ ત્રિપુટીએ સ્નેચિંગ માટે સ્પોર્ટ્સ બાઈક ભાડે લીધી હતી. આ બાઈકના એક ટ્રિપ માટે ૨૦૦૦ ભાડું ચૂકવ્યું હોવાની કબૂલાત કરતાં પોલીસે બાઈક ભાડે આપનાર શખ્સની પણ ધરપકડ કરી હતી. 

બોટાદમાં મોબાઇલ ફોન એસેસરીઝનો વ્યવસાય કરતો કમલેશ કમરૂ દરેડિયાએ ત્યાંથી ધંધો સમેટી સુરત સ્થાયી થવાના ઇરાદે માતા શહેનાઝ સાથે છઠ્ઠી ફેબ્રુઆરીએ બોટાદથી સુરત આવવા નીકળ્યા હતા. સુરત આવ્યા બાદ રિક્ષામાં બેસીને ઉના જવા નીકળેલા આ માતા-પુત્રની રિક્ષાની પાછળ જ બાઇકર ગેંગના સાગરીતો લાગ્યા હતા. ઉધના સતનામનગર ચાર રસ્તા પાસે તક મળતાં બાઇકર ગેંગે આ મહિલાના હાથમાં રહેલું પર્સ આંચકી લીધું હતું. પર્સમાં રોકડા ૧૪,૫૦૦ ઉપરાંત, મોબાઇલ ફોન અને એક લાખની કિંમતના દાગીના પણ હતા.

Surat Crime News :સમગ્ર મામલે મહિલાએ ઉધના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે મહિલાની ફરિયાદ લઈ આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી. પોલીસે બાતમીના આધારે સ્નેચિંગ કરનાર ભેસ્તાન આવાસના તૌફિક ઉર્ફે કુટેલી ઇબ્રાહિમ શા, અસ્ફાક ઉર્ફે માયા ઉર્ફે કાલીયા યુસુફ શેખ અને મીઠીખાડી ક્રાન્તિ નગરના મોહિત ઉર્ફે બોબડા ઉર્ફે પેરા સરવરખાન પઠાણને દબોચી લીધા હતા. તેમની પાસેથી કેટલાક દાગીના તથા મોબાઈલ ફોન કબજે કર્યો હતો. આરોપીઓ સ્નેચિંગ કરવા માટે ક્રાન્તિનગરમાં રહેતા આસિફ હયાતખાન પઠાણ પાસેથી એક ટ્રીપ ઉપર ૨૦૦૦ રૂપિયા ભાડે લાવ્યાનું જણાવતાં પોલીસે તેની પણ ધરપકડ કરી હતી. 

હાલ તો સમગ્ર મામલે ઉધના પોલીસે સ્નેચિંગ કરનાર બાઇકર ગેંગેનાં આરોપીઓની મુદ્દા માલ સાથે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી છે. 

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *