NFI Special Podcast :યુવાનો અને વિદ્યાર્થીઓમાં નામ ધરાવનાર અને વિદ્યાર્થીઓ માટે લડત આપનાર યુવા નેતા યુવરાજસિંહ સાથે NFI ની ખાસ મુલાકાત
NFI Special Podcast :યુવરાજસિંહએ યુવાનોનો આવાજ છે અને યુવરાજસિંહએ વિદ્યાર્થીઓની વેદના છે. યુવરાજ ભાઈએ યુવાનના દિલના રાજા છે. યુવરાજસિંહનું મૂળ વતન ગોંડલ છે. તેમનું ભણતર પણ ગોંડલથી જ થયેલું છે. યુવરાજભાઈ પેહલા શેરમાર્કેટના ધંધા સાથે જોડાયેલા હતા અને મંદી આવતા તેમને પોતાની ફિલ્ડ બદલવાનું વિચાર્યું હતું.
ત્યારે અમુક પેપર ફૂટવાની ઘટનાએ તેમના મનમાં અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા અને તેમનું માનવું એવું છે કે આ ઘટના થયા બાદ તેમની ફિલ્ડ કુદરતી રીતે જ બદલાઈ ગઈ હતી. અને બસ તે પછી તેઓ વિદ્યાર્થી માંથી વિદ્યાર્થી નેતા બની ગયા.