News Update :પોલીસ સબ ઇન્સ્પેક્ટરે સરકારી મહિલા કર્મચારી સાથે દુષ્કર્મ કર્યાની ફરિયાદ | Breaking News 1

Spread the love

News Update :અમદાવાદમાં સરકારી નોકરી કરતી મહિલા કર્મચારીએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ અડાલજ પોલીસ મથકમાં નોંધાવી છે

News Update :ગાંધીનગર નજીક અડાલજમાં રહેતા હતા દક્ષિણ ગુજરાતના શહેરમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સામે અમદાવાદમાં સરકારી નોકરી કરતી મહિલા કર્મચારીએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ અડાલજ પોલીસ મથકમાં નોંધાવી છે. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી પીએસઆઇની ધરપકડ માટે દોડધામ શરૂ કરી છે.

News Update

આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર નજીક આવેલા અડાલજ વિસ્તારમાં રહેતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જ્યારે અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા હતા તે દરમિયાન અમદાવાદમાં જ સરકારી નોકરી કરતી અને અડાલજ પંથકમાં રહેતી મહિલા કર્મચારી સાથે કોઈ કાર્યક્રમમાં પરિચય થયો હતો. જો કે આ મહિલા કર્મચારી ડિવોર્સી હોવાથી આ પીએસઆઇએ તેની સાથે સંબંધો વધુ કેળવ્યા હતા અને પોતે પરિણીત તેમજ બે બાળકોનો પિતા હોવાની વાત છુપાવીને મહિલા સાથે પ્રણય શરૂ કર્યો હતો. ધીરે ધીરે બંને એકબીજાની નજીક આવ્યા હતા અને શરીર સંબંધ પણ બંધાયા હતા.

આ સ્થિતિમાં છેલ્લા છ મહિનાથી લીવ ઈનમા સાથે જ રહેતા હતા દરમિયાનમાં મહિલાને ખબર પડી હતી કે આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરિણીત છે અને વતનમાં તેનો પરિવાર રહે છે. જેના પગલે બંને વચ્ચે તકરાર શરૂ થઈ હતી અને હવે પીએસઆઇએ આ મહિલાને તરછોડી દેતા તેણીને છેતરાયનો અહેસાસ થયો હતો તેની સાથે સંબંધ રાખવા માટે જૂઠું બોલીને શરીર સંબંધ બનાવનાર આ પીએસઆઇ સામે આખરે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસ દ્વારા દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *