Chhota Udepur News :શાળાના મુખ્ય દ્વારની સામે ભૂગર્ભ ગટર લાઈનના બે મોટા ઊંડા ભુવા, બાળકો સહિત વાહન ચાલકો પરેશાન
Chhota Udepur News :છોટાઉદેપુર નગરમાં આવેલી તાલુકા શાળા નંબર 2 ઉર્દુ શાળા તરીકે પણ ઓળખાય છે. આ સરકારી શાળામાં ધોરણ 1 થી 8 ના નાના ભૂલકાઓ અભ્યાસ કરે છે આ શાળાના મુખ્ય દ્વારની સામે ભૂગર્ભ ગટર લાઈનના બે મોટા ઊંડા ભુવા પડેલા છે.

શાળામાં અભ્યાસ કરતા બાળકોની અવર-જવર રહેતી હોય રિસેસ દરમિયાન બાળકો બહાર ફરવાની નીકળતા હોય તથા વાહન ચાલકો આ રસ્તે અવર-જવર કરતા હોય જે પડેલા ભુવાને કારણે અત્યંત ગંભીર બાબત હોય તેમ લાગી રહ્યું છે. ઊંડા ભુવામાં કોઈ બાળક પડે કે તેને ઇજાઓ થાય કે કોઈ વાહન ચાલક પડે તો જવાબદારી કોની? આ ભુવો કોઈનો જીવ લેશે પછી તંત્રને ધ્યાન થશે ? તેવી પ્રજામાં ફરિયાદો ઉઠી રહી છે.
Chhota Udepur News :છોટાઉદેપુર નગરમાં આવેલી તાલુકા શાળા નંબર 2 ના ગેટની સામે છેલ્લા ત્રણ દિવસથી ભૂગર્ભ ગટરનો ઢાંકણું તૂટી ગયું હોય જે ગટર ખુલ્લી જોવા મળી રહી છે સદર શાળા પાસે આવેલા રસ્તા ઉપર નિરંતર વાહન ચાલકો અવરજવર ચાલતી હોય છે. જ્યારે શાળાના બાળકો પણ અવરજવર કરતા હોય છે પરંતુ છેલ્લા ત્રણ દિવસથી ભૂગર્ભ ગટરના તૂટેલા ઢાંકણા બાબતે તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી જેના કારણે આસપાસની જનતામાં રોષ જોવા મળી રહ્યો છે.
તૂટેલા ઢાંકણાના કારણે જો કોઈ બાળક અકસ્માત ગ્રસ્ત બને તો જવાબદારી કોની વાહન ચાલકનો જો આ પડેલા ભુવાને કારણે અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લે જેવા ઘણા પ્રશ્નો પ્રજામાં ઉઠી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુર નગરમાં તંત્ર દ્વારા પ્રજાની સમસ્યા અને ફરિયાદોનો નિકાલ ન આવતો હોવાની જા ફરિયાદો કરી રહી છે જે અંગે ઊચ્ચ અધિકારીઓ ધ્યાન આપે એ ખૂબ જરૂરી છે.