Sonia Gandhi Letter to Rae Bareli Voters :કોંગ્રેસ (Congress)ના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉત્તરપ્રદેશના રાયબરેલી (Rae Bareli in Uttar Pradesh)ના લોકોને ગુરુવારે એક પત્ર લખ્યો છે.
Sonia Gandhi Letter to Rae Bareli Voters :કોંગ્રેસ (Congress)ના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉત્તરપ્રદેશના રાયબરેલી (Rae Bareli in Uttar Pradesh)ના લોકોને ગુરુવારે એક પત્ર લખ્યો છે. તેમણે જિલ્લાની જનતાએ આપેલા સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો છે.

આ ઉપરાંત તેમણે રાબરેલીની લોકસભા ચૂંટણી (Loksabha Slection 2024) ન લડવાનું કારણ પણ જણાવ્યું છે. તેઓ 2004થી સતત રાયબરેલીની લોકસભા બેઠક પરથી જીતતા આવ્યા છે. આવું પ્રથમવાર બન્યું છે કે, તેઓ ત્યાંથી ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું કે, આરોગ્ય અને ઉંમરને ધ્યાને રાખી મેં લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.
Sonia Gandhi Letter to Rae Bareli Voters :‘મારો પરિવાર દિલ્હીમાં અધૂરો છે‘
સોનિયા ગાંધીએ કહ્યું કે, ‘મારો પરિવાર દિલ્હીમાં અધૂરો છે, તેથી રાયબરેલીમાં આવી, આપ સૌને મળ્યા બાદ મારો પરિવાર પૂરો થાય છે. આપણા સંબંધો ઘણા જ જૂના છે અને સૌભાગ્યની જેમ સાસરુ પણ મળ્યું છે. મારો રાયબરેલી સાથેનો પારિવારિક સંબંધો પણ ખૂબ મજબુત છે. આપ લોકોએ આઝાદી બાદ પ્રથમ લોકસભા ચૂંટણીમાં મારા સસરા ફિરોજ ગાંધીને અહીંથી જીતાળી દિલ્હી મોકલ્યા હતા. ત્યારબાદ તમે મારી સાસુ ઈન્દિરા ગાંધીને પણ પોતાના બનાવી દીધા. ત્યારથી અત્યાર સુધી આ સિલસિલો આગળ વધતો ગયો.’
‘સાસુ, જીવનસાથીને ગુમાવ્યા બાદ હું તમારી પાસે આવી હતી‘
તેમણે વધુમાં કહ્યું કે, ‘સાસુ અને જીવનસાથીને હંમેશા ગુમાવ્યા બાદ હું તમારી પાસે આવી હતી અને આપ લોકોએ મને અઢળક પ્રેમ આપ્યો. છેલ્લી બે ચૂંટણીમાં વિષમ પરિસ્થિતિઓ સર્જાવા છતાં તમે મારી સાથે પહાડની જેમ ઉભા રહ્યા. આ બાબતને હું ક્યારેય ભુલીશ નહીં. આજે હું જે કંઈપણ છું, તમારા કારણે છું. હું તમારા વિશ્વાસને નિભાવવા તમામ પ્રયાસો કર્યા છે.’
‘મારું મન-પ્રાણ હંમેશા તમારી સાથે રહેશે‘
તેમણે કહ્યું કે, ‘હું આરોગ્ય અને વધતી ઉંમરના કારણે આગામી લોકસભા ચૂંટણી નહીં લડી શકું. આ નિર્ણય બાદ મને આપની સીધી સેવા કરવાની તક નહીં મળે, પરંતુ મારું મન-પ્રાણ હંમેશા તમારી સાથે રહેશે, તે નક્કી છે. હું જાણું છું કે તમે મારી અને મારા પરિવારની દરેક મુશ્કેલીમાં કાળજી રાખશો, જેમ તમે અત્યાર સુધી મારી સંભાળ રાખતા હતા.’