Bhavnagar News :ભાવનગર મહુવા તાલુકાના ટાઉનના પીઆઇનો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે તપાસની ઇન્કવાયરીના રિપોર્ટ બાદ એમ.એ.દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
Bhavnagar News :ભાવનગર મહુવા તાલુકાના ટાઉનના પીઆઇનો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે તપાસની ઇન્કવાયરીના રિપોર્ટ બાદ એમ.એ.દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પી.આઈ વિરુદ્ધ આરોપ લાગ્યો હતો કે તેમણે પાસાના આરોપીને પોલીસ સ્ટેશન બોલાવીને ભગાડી મુકવાના મામલે તેમની વિરુદ્ધ તપાસ ચલાવવામાં આવી રહી છે.

સમગ્ર મામલે પાલીતાણાના ડીવાયએસપી મિહિર બારીયા દ્વારા તપાસનો રિપોર્ટ ભાવનગરના રેન્જ આઇજીને સોંપવામાં આવ્યો હતો. વિજય ઉર્ફે ગટ્ટી નામના ઈસમને પીઆઈ દેસાઈએ પાસાનો ઓર્ડર બતાવીને રૂપિયાની લેવડદેવડ બાદ પોલીસ સ્ટેશનમાંથી ભગાડી મુકવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો હતો. સમગ્ર રિપોર્ટમાં મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના સીસીટીવી વિડીયો તેમજ ડીવીઆર કબજે લઈને તપાસ ચલાવવામાં આવી હતી. આ તપાસમાં ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા મહુવા ટાઉનના પીઆઇ એમ એ દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ મચ્યો છે.
link 1