Vadodara Harani lake boat incident: ભારે કરી! સેવ ઉસળનો નાસ્તો બનાવનારને અપાયો બોટિંગનો કોન્ટ્રાક્ટ, પછી દુર્ઘટના ના ઘટે તો બીજું શું થાય?
Vadodara Harani lake boat incident: વડોદરામાં પણ હરણી લેકમાં સેવઉસળનો નાસ્તો બનાવનારને બોટિંગનો કોન્ટ્રાક્ટનો અપાયો હતો, પૈસા વસૂલવા સામે સલામતી અને માણસાઇને નેવે મુકી દેતા કોન્ટ્રાક્ટરો પર ફિટકાર
રાજ્યમાં કોન્ટ્રાક્ટ પ્રથા લઇ રહી છે નિર્દોષ લોકોનો ભોગ
પહેલા મોરબી બાદમાં હરણીમાં બેદરકાર કોન્ટ્રાક્ટરોએ લીધો માસુમોનો ભોગ
બિનઅનુભવી કંપનીઓ, બેદરકાર સંચાલકોના પાપે લોકો બની રહ્યા છે ભોગ
રાજ્યમાં દૂર્ઘટનાના પગલે નિર્દોષોના જીવ જઈ રહ્યાં છે. પહેલા મોરબી અને હવે વડોદરાની દુર્ઘટના સતત મનને વિચલિત અને વિચાર મગ્ન કરવા મજબૂર બનાવી રહી છે. આ બધાની વચ્ચે એ વાત સાક્ષી પૂરે છે કે, આ માટે સંપૂર્ણ જવાબદાર કોન્ટ્રાક્ટ પ્રથા જ છે. પહેલા મોરબી અને બાદમાં હરણીમાં બેદરકાર કોન્ટ્રાક્ટરોએ માસુમોનો ભોગ લીધો છે.