Vadodara Harani lake boat incident : કોઈ પણ એડવોકેટ આરોપીનો કેસ નહીં લડે | Vadodara boat tragedy 1

Spread the love

Vadodara Harani lake boat incident: કોઈ પણ એડવોકેટ આરોપીનો કેસ નહીં લડે, વડોદરા બોટ ટ્રેજેડીને લઇ વકીલ મંડળનો મોટો નિર્ણય

Vadodara Harani lake boat incident: હરણી તળાવ દુર્ઘટના મામલે વડોદરાના વકીલ મંડળે નિર્ણય કર્યો છે કે, કોઈ પણ વકીલ આરોપીનો કેસ નહી લડે

વડોદરાના હરણીમાં બોટ દુર્ઘટના મુદ્દે વકીલ મંડળનો નિર્ણય
વકીલ મંડળનો કોઈ પણ વકીલ આરોપીનો નહી લડે કેસ
વડોદરામાં આરોપી તરફી એક પણ વકીલ કેસ નહી લડે

Vadodara Harani lake

Vadodara Harani lake boat incident : વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાની ઘટના મામલે તપાસ અને કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે વડોદરાના વકીલ મંડળએ મહત્વનો નિર્ણય લીધો છે. અત્રે જણાવીએ કે, કોઈ પણ વકીલ આરોપીનો કેસ નહી લડે તેવો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

વકીલ મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી
હરણી તળાવમાં 17 જેટલા લોકોના મૃત્યું થયા છે. આ ગોઝારી દૂર્ઘટનાના પગલે વકીલ મંડળે સરાહનીય નિર્ણય કર્યો છે. વડોદરામાં આરોપી તરફી એક પણ વકીલ કેસ નહી લડે તેવો એકાત દર્શી નિર્ણય લેવાયો છે.

ઘટના હૈયુ હચમાચાવી દે તેવી
ગઈકાલથી દરેક જગ્યા પર વડોદરામાં સર્જાયેલી હોનારતની જ ચર્ચા થઈ રહી છે. કારણ કે આ ઘટના હૈયુ હચમાચાવી દે તેવી છે. જેમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીથી આ હોનારતમાં 17 માસુમો મોતને ભેટ્યા છે. જોકે હવે આ કેસમાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યાં છે.

સેફ્ટી સાધનોની વ્યવસ્થા કરાઇ ન હતી!
હરણી લેકમાં બોટિંગ સેવાની યોગ્ય સમારકામ પણ ન કરાયાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, બોટિંગ દરમિયાન બોયા, રિંગ, દોરડા જેવા કોઇ પણ સેફ્ટી સાધનોની વ્યવસ્થા કરાઇ ન હતી. સામાન્ય કહી શકાય તેવા સેફ્ટી સાધનો અને પ્રોટોકોલની પણ દરકાર ન લેવાતાં આખરે ભુલકાઓએ આની કિંમત ચૂકવવાનો વારો આવ્યો છે.

આરોપીના બદલે ફરીયાદી ?
કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અત્રે જણાવીએ કે, રાજેશ ચૌહાણે યોગ્ય તપાસ ન કરતાં કોન્ટ્રાક્ટરે બેદરકારી દાખવી છે. જ્યારે આરોપી બનાવવાને બદલે કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણને જ ફરિયાદી બનાવી દેવાતા પણ અનેક વેધક સવાલો ઉભા થઈ રહ્યાં છે.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *