TOP News :કોંગ્રેસ અને AAPના ગઠબંધનને લઇ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આકરા પ્રહાર કર્યા છે
TOP News :લોકસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન પર મ્હોર લાગી છે, સાથો સાથ કેટલીક બેઠકોની ફાળવણી પણ કરવામાં આવી છે. જેમાં ગુજરાતની ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડશે. ત્યારે કોંગ્રેસ અને AAPના ગઠબંધનને લઇ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આકરા પ્રહાર કર્યા છે.
TOP News :‘આમ આદમી પાર્ટીએ હાર માની લીધી છે’
ભરૂચ અને ભાવનગર બેઠક પર ઉમેદવારોની જાહેરાતને લઇ સી આર પાટીલે કહ્યું કે, કોંગ્રેસ અને આપ દિવાસ્વપ્ન જોવે છે. ભરૂચ બેઠક પર ભાજપનુ પ્રભૂત્વ સારુ છે. તેમણે ઉમેર્યું કે, આમ આદમી પાર્ટીએ હાર માની લીધી છે. 2 બેઠક પર લડવાની જાહેરાત કરી તેમણે હાર માની લીધી છે.અમે અમારી તાકાત પર ચૂંટણી લડીએ છીએ. ગઠબંધન થશે તો તેમનું નેતૃત્વ ખતમ થઈ જશે. આ ગઠબંધન ક્યારેય શક્ય નહી બને તેમણે એમ પણ ઉમેર્યું હતું.

‘અમુક લોકો દેડકાની માફક આવતા હોય છે’
સી આર પાટીલે લંગડા અને આંધળાનું ઉદાહરણ આપી AAP અને કોંગ્રેસના ગઠબંધન પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, ગુજરાતની પ્રજા જાગી ગઈ છે, અમુક લોકો દેડકાની માફક વરસાદ આવે ત્યારે બહાર આવતા હોય છે. 2022ની ચૂંટણી પછી કેટલાક લોકો ફરી ચૂંટણી આવી છે ત્યારે બહાર આવ્યા છે. વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની તમામ 26 બેઠક 5 લાખની લીડ સાથે ભારતીય જનતા પાર્ટી જતવાની છે. કોંગ્રેસના કાર્યકર્તા તેમના અસ્થિત્વ માટે વિચારતા હોય છે તેમની નારજગી હોય તો તેમની પાર્ટીએ ભોગવવો પણ પડતો હોય છે. .
મનસુખ વસાવાના કોંગ્રેસ અને AAP પર પ્રહાર
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, ભરૂચ બેઠક પર ચૈતર વસાવાનુ ચૂંટણી લડવાનુ પહેલાથી જ નક્કી હતું. આમ આદમી પાર્ટીના ગણ્યા ગાંઠ્યા કાર્યકરો છે. વધુમાં તેમણે પ્રહાર કરતા કહ્યું કે, AAP-કોંગ્રેસના ગઠબંધનથી ભાજપને કોઈ ફરક નહી પડે તેમજ ગઠબંધનથી ભરૂચમાં ભાજપ મજબૂત પાર્ટી બની છે. ભાજપ ભરૂચ બેઠક 5 લાખ કરતાં વધુ મતોની લીડથી જીતશે.