Terror Attack in Russia :રશિયાના મોસ્કોમાં થયેલા આતંકી હુમલામાં મૃતકોનો આંકડો વધીને 150એ પહોંચી ગયો છે
Terror Attack in Russia :રશિયાના મોસ્કોમાં થયેલા આતંકી હુમલામાં મૃતકોનો આંકડો વધીને 150એ પહોંચી ગયો છે. હુમલામાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા 120 છે. રશિયાના સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ અત્યાર સુધી 11 લોકોની અટકાયત કરાઈ છે. તપાસ કરનારી સમિતિના જણાવ્યા અનુસાર આ 11 લોકોમાંથી ચાર જણા સીધી રીતે હુમલામાં સામેલ હતા.

રશિયન એજન્સીઓ અને ઘણા નેતાઓનો આરોપ છે કે આ હુમલાની સીધી કડીઓ યુક્રેન સાથે જોડાયેલી છે. જો કે ISISએ નિવેદન બહાર પાડી આ હુમલાની જવાબદારી લીધી હતી. એક ખુફિયા અમેરીકન અધિકારીના જણાવ્યા અનુસાર અમેરીકન એજન્સીઓએ ખાતરી કરી છે કે આ હુમલા માટે ISIS જ જવાબદાર હતું.
રશિયાની તપાસ કમિટીનું કહેવું છે કે હુમલાના સામેલ ચારેય શખ્સો રશિયાના બ્રાંસ્ક વિસ્તારમાંથી ઝડપાયા હતા. આ વિસ્તાર યુક્રેનની બોર્ડરથી ઘણો નજીક છે.