News Update :રાજસ્થાન તરફથી આવતા કોઈ ભાંગફોડિયાને અસામાજિક તત્વો ગુજરાતમા ન પ્રવશે તેને લઇ અંબાજી પોલીસ સતર્ક બની છે
News Update :હાલ લોકસભાની ચૂંટણીઓ જાહેર થતા નેતાઓ અને રાષ્ટ્રીય પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે, ત્યારે ગુજરાત પોલીસ પણ સતર્ક બની છે ખાસ કરીને અન્ય રાજ્યોમાથી ગુજરાતમા ભાંગ ફોડીયા પ્રવૃત્તિ કરનાર કે પછી લિકરની હેરાફેરી કરનાર સાથે 50 હાજરથી વધુ રકમની હેરાફેરી કરનાર લોકોના મનસૂબા પાર ન પડે તે માટે પોલીસે સતત વોચ ગોઠવી છે.
યાત્રાધામ અંબાજી નજીક માત્ર 7 કિલોમીટર દૂર આવેલી સરહદ છાપરી જ્યાં ગુજરાત અને રાજસ્થાનની સરહદ આવેલી છે. અહી ચેકપોસ્ટ ઉપર રાજસ્થાન તરફથી આવતા કોઈ ભાંગફોડિયાને અસામાજિક તત્વો ગુજરાતમા ન પ્રવશે તેને લઇ અંબાજી પોલીસ સતર્ક બની છે, હાલ તબક્કે રાજસ્થાન તરફથી ગુજરાતમા આવતા તમામ વાહનોને ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ ચેકપોસ્ટ ઉપર પોલીસ, હોમગાર્ડ, અને અધિકારીઓ સહીત હથિયારી પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે. જે નાનામોટા અનેક વાહનોની તપાસ કરી રહ્યા છે.

જોકે હાલ તબક્કે પોલીસે હાથ ધરેલી આ તપાસ ઝુંબેશમાં કોઈપણ જાતની મોટી રકમ કે લિકરનો જથ્થો ઝડપાયો નથી.પોલીસ હાલ તબક્કે રાઉન્ડ ધ ક્લોક 24 કલાક પોતાની ફરજ બજાવી રહી છે. કોઈ પણ વ્યક્તિ 50 હજારથી વધુ રોકડ રકમ લઈ આ બોર્ડર ક્રોસ કરી શકશે નહિ, જો કોઈની પાસે મોટી રકમ મળી આવે તો તેને તમામ પ્રકારના આધાર પુરાવા રજુ કરવાના રહેશે તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.