Morbi News :મોરબી તાલુકાના લાલપર ગામ પાસે સાન્વી ટ્રેડિંગ નામની ગોડાઉનમાં એસએમસીની ટીમ દ્વારા મોડી રાત્રીના સમયે રેડ કરવામાં આવી હતી
Morbi News :મોરબી તાલુકાના લાલપર ગામ પાસે સાન્વી ટ્રેડિંગ નામની ગોડાઉનમાં એસએમસીની ટીમ દ્વારા મોડી રાત્રીના સમયે રેડ કરવામાં આવી હતી અને ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 3210 પેટી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 1.51 કરોડ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તેમજ બે ટ્રક, ત્રણ બોલેરો અને એક હોન્ડા સિટી કાર આમ કુલ ભરીને 2.20 કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે અને 10 આરોપીની ધરપકડ કરાઈ છે. આ ગોડાઉન સાત મહિનાથી અમદાવાદના લીસ્ટેડ બુટલેગર દ્વારા ભાડે રાખવામાં આવ્યું હતું અને ત્યાંથી દારૂનો ધંધો કરવામાં આવતો હતો, તેવી માહિતી હાલમાં સામે આવી રહી છે.

મોરબી તાલુકા પોલીસની હદમાં આવતા લાલપર ગામ પાસે છેલ્લા 7 મહિનાથી અમદાવાદના લીસ્ટેડ બુટલેગર જીમિત શંકરલાલ પટેલ દ્વારા ગોડાઉનને ભાડે રાખવામાં આવ્યું હતું અને આ ગોડાઉનની અંદર રાજસ્થાનના કુખ્યાત બુટલેગર ભરત મારવાડી અને રાજારામ મારવાડી સાથે સંપર્કમાં રહીને દારૂનો જથ્થો મંગાવવામાં આવતો હતો અને અમદાવાદના બુટલેગર જીમીત પટેલ દ્વારા ભરત મારવાડી અને રાજારામ મારવાડી સાથે ભાગીદારીમાં દારૂનો ધંધો અહીંયા કરવામાં આવતો હતો તેવી વિગતો સામે આવી રહી છે.
હાલમાં જ્યારે એસએમસીની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી, ત્યારે ગોડાઉનમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 3210 પેટીઓ મળી આવતા પોલીસે 1.51 કરોડથી વધુની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો છે તે ઉપરાંત બે ટ્રક, ત્રણ બોલેરો ગાડી, એક હોન્ડા સિટી સાત વાહનને ત્યાં સ્થળ ઉપરથી કબજે કરીને ત્યાં હાજર રહેલા 10 શખ્સોની ધરપકડ કરેલ છે.