Junagadh Latest News :લગ્નના વરઘોડામાં કાર પર ચડી લોકોના જીવ જોખમમાં મૂકી ડાન્સ કરતાં યુવક અને ચાલક સામે નોંધાઈ ફરિયાદ
Junagadh Latest News :આપણે ત્યાં લગ્ન પ્રસંગમાં લોકો ખુશીમાંને ખુશીમાં નાચતા-નાચતા અન્ય લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે. જોકે આવી જ એક ઘટનામાં પોલીસ કાર પર ચડી ડાન્સ કરતાં યુવક અને કાર ચાલક સામે ગુનો નોંધી દાખલારૂપ કાર્યવાહી કરી છે.

જૂનાગઢના માંગરોળમાં લગ્નના વરઘોડામાં કાર પર ચડી ડાન્સ કરતા યુવક સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરાઇ છે. વિગતો મુજબ માંગરોળમાં કામનાથ મહાદેવથી નાઈમવાવ તરફ જતા વરઘોડામાં માનવ જિંદગી જોખમાય તે રીતે એક યુવક કાર પર ચડી ડાન્સ કરી રહ્યો હતો. જેથી પોલીસ ડાન્સ કરતા ઉસ્માન કરૂડ નામના યુવક અને કાર ચાલક રિઝવાન મહીડા સામે પોલીસે કાર્યવાહી કરી અટકાયત કરી હતી. આ સાથે આ બંને યુવક વિરૂદ્ધ અલગ અલગ કલમ લગાવી પોલીસે કાર્યવાહી કરી છે.