Bhavnagar News :એક યુવક પર દાઝ રાખતા આજે લગભગ એક મહિના બાદ વિધર્મી લોકો દ્વારા તેના પર જીવ લેણ હુમલો કરવામાં આવ્યો છે
Bhavnagar News :22 જાન્યુઆરીનના રોજ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાં આ દિવસે દિવાળી જેવો માહોલ હતો. એવામાં ભાવનગરના પાલીતાણા તાલુકામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 22 જાન્યુઆરીએ નીકળેલી શોભાયાત્રામાં ફટાકડા ફોડતા એક યુવક પર દાઝ રાખતા આજે લગભગ એક મહિના બાદ વિધર્મી લોકો દ્વારા તેના પર જીવ લેણ હુમલો કરવામાં આવ્યો છે.

પીડિત યુવકે પોલીસને જણાવી સમગ્ર ઘટના
મળતી માહિતી અનુસાર આ ઘટના ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં મુઠીભર ગામની છે જ્યાં એક યુવક પર હોર્ન વગાળવા બાબતે કેટલાક વિધર્મી લોકો દ્વારા મારપીટ કરવામાં આવી હતી. આ સામાન્ય બાબતે સોહીલ ફતાભાઈ, સાજીદ યુનુસભાઈ, આસિફ દિનુભાઈ જમાદાર તરીકે ઓળખાતા વ્યક્તિઓ દ્વારા લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો કરાયો. જોકે, હોસ્પિટલમાં દાખલ યુવકે પોલીસને જણાવ્યું હતું કે આ હુમલો એક જૂની દાઝ રાખીને કરવામાં આવ્યો છે.
રામલાલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ડુંગર પર ગામે ફટાકડા ફોડવામાં આવ્યા હતા જેને લઈ બોલાચાલી થઈ હતી બાદમાં આજે હોર્ન વગાડવા જેવી સામાન્ય વાતને મુદ્દો બનાવી જીવાપર ગામ નજીક હુમલો કરવામાં આવ્યો હતો. ઈજાગ્રત વ્યક્તિને સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે જ્યાં હાલ તેને સારવાર આપવામાં આવી હતી.