Bhavnagar News :ભાવનગર શહેરના પાનવાડી વિસ્તરામાં આવેલા અષ્ટવિનાયક ફ્લેટમાં રહેતા 19 વર્ષીય યુવાન રામ ભટ્ટની હત્યા કેસમાં આરોપીઓની ધરપકડ કરાઈ
Bhavnagar News :ભાવનગર શહેરમાં 2 દિવસ અગાઉ નવા બંદરના ખડી વિસ્તરામાંથી મળેલા 19 વર્ષીય યુવાનના મૃતદેહ મામલે ચોંકવનારો ઘટસ્ફોટ થયો છે. મિત્રોએ જ ગળું દબાવીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે મૃતકના બે મિત્રોને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતાં.

મિત્રોએ કરી મિત્રની હત્યા
ભાવનગર શહેરના પાનવાડી વિસ્તરામાં આવેલા અષ્ટવિનાયક ફ્લેટમાં રહેતા 19 વર્ષીય યુવાન રામ ભટ્ટનું મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું હતું અને આ લાશ મળી ત્યારે જ તેમના પરિવારે રામની હત્યા થઇ હોવાના આક્ષેપ કર્યા હતા. જો કે, તેમના આક્ષેપ સાચા ઠર્યા હતા. આરોપીઓએ ગણતરીની કલાકોમાં જ પોલીસ પાસે પોપટની માફક સ્ટોરી બતાવવા લાગ્યા હતા. આ યુવકની લાશ મળતા જ પોલીસે શંકાના આધારે પેનલ પી.એમ. કરાવ્યું હતું. જે રિપોર્ટમાં ગળું દબાવીને હત્યા કરી હોવાનું ખુલતા ઘોઘારોડ પોલીસએ હત્યાનો ગુનોં નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. આરોપીઓને પોલીસે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે કાર્યવાહી હાથ ધરી
ચાર માસ અગાઉ મૃતક યુવાન રામ ભટ્ટના મિત્ર અકિલનું સ્નેપચેટ હેક કરનાર મિત્ર સન્ની અને ચેતનના ઘરનું સરનામુ અકિલને આપ્યું હોવાની દાઝ રાખી હત્યા કરાવામાં આવી હોવાનું ખૂલ્યું છે. આ બન્ને શખ્સોએ રામનું ગાળું દબાવી ને હત્યા કરી હતી. પોલીસ ફરિયાદ બાદ પોલીસે બંન્ને મિત્રોને ઝડપીને પાડ્યા છે. આજકાલ યુવા પેઢીને મોબાઈલનું ઉંધુ વલગણ વળગ્યું છે. ત્યારે મિત્રો જ મિત્રના દુશમન બની ગયા છે.