AMRELI NEWS :અમરેલી એલસીબીમાં ફરજ બજાવતા એલ.સી.બી.ના પી આઈ એ એમ પટેલ તથા ટીમ એલ.સી.બી.ની સફળ કામગીરીની નોંધ ગૃહમાં લેવાઈ.
AMRELI NEWS :અમરેલીના એસપી હિંમકરસિંહ તથા અમરેલી એલસીબી માં ફરજ બજાવતા એલ.સી.બી.ના પી આઈ એ એમ પટેલ તથા ટીમ એલ.સી.બી.ની સફળ કામગીરીની નોંધ ગૃહમાં લેવાઈ.
૧૧ જિલ્લાઓના ૧૮ ગુનાઓમાં વોન્ટેડ અને પ્રોહીબિશન સહિત કુલ ૫૯ ગુનાઓમાં સંડોવાયેલા લિસ્ટેડ બુટલેગરની ઉજજૈન નજીકથી ધરપકડ કરનાર અમરેલી એલસીબી ટીમને હર્ષસંઘવી દ્વારા રૂ.૫ લાખના ઇનામની જાહેરાત કરવામાં આવી.
રાજ્યના વિવિધ જિલ્લાઓના ગુનાઓમાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ ચાલી રહી છે. આ ડ્રાઇવ દરમિયાન અમરેલી એલ.સી.બી.ની ટીમે રાજ્યના અલગ-અલગ ૧૧ જિલ્લાઓના ૧૮ ગુનાઓમાં વોન્ટેડ અને પ્રોહીબિશન સહિત કુલ ૫૯ ગુનાઓમાં જેની સંડોવણી છે તે આરોપી જુનાગઢના લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાને મધ્યપ્રદેશના ઉજજૈન શહેર નજીકથી પકડી પાડવામાં આવ્યા છે. અમરેલી પોલીસને ગૃહ રાજ્યમંત્રીશ્રીએ આ સરાહનીય કામગીરી બદલ રૂ.૫ લાખના ઇનામની જાહેરાત કરી છે.