Ahmedabad news :અમદાવાદના શાહઆલમમાં કોર્પોરેટર તસ્લીમ આલમ અને તેના દીકરા પર તેના ભાઈ લકી આલમે કર્યુ 4 રાઉન્ડ ફાયરિંગ, ઈસનપુર પોલીસે ઘટનાસ્થળે
Ahmedabad news :અમદાવાદ શહેરના શાહઆલમ વિસ્તારમાં ફાયરિંગની ઘટના ઘટી છે. પાપ્ત વિગતો મુજબ શાહઆલમમાં કોર્પોરેટર પર ફાયરિંગ થયું છે. જે ફાયરિંગ જમીનની અદાવતમાં તેના ભાઈ દ્વારા જ કરાયું છે. સમગ્ર મામલાને લઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

જમીન મામલે બે ભાઈઓ વચ્ચે થઈ હતી બબાલ
કોર્પોરેટર તસ્લીમ આલમ અને તેના દીકરા પર ફાયરિંગ થયું છે. જેમાં તસ્લીમના ભાઈ લકી આલમે ફાયરિંગ કર્યુ છે. 4 રાઉન્ડ કરેલા ફાયરિંગ કેટલાક લોકોને ઈજાઓ પણ પહોંચી છે. વિગતો મુજબ બંન્ને ભાઈઓ વચ્ચે જમીનને લઈ ખટરાગ ચાલતો હતો. જે મામલે કોર્પોરેટરના ભાઈએ તેમના અને તેમના પુત્ર પર 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી
ફાયરિંગની ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને LG હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સાથો સાથ ઘટનાની જાણ ઈસનપુર પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે.