હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે પોલીસે ઝડપાયેલા 6 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા
હરણી બોટ દુર્ઘટના : કોર્ટે સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી રિમાન્ડ મંજૂર કર્યા હતા
હરણી બોટ દુર્ઘટના : ત્યારે રિમાન્ડ દરમ્યાન હજુ પણ આરોપીઓની પૂછતાછમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે
હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે પોલીસે અત્યાર સુધી કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા નામદાર કોર્ટ સમક્ષ આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. સરકાર વકીલ અનિલ દેસાઈ અને સિનિયર વકીલ હિતેશ ગુપ્તાએ આરોપીઓના રિમાન્ડ માટે ધારદાર દલીલો કરી હતી. જે દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા તમામ આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમ્યાન આરોપીઓની પૂછતાછમાં હજુ પણ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. તેમજ મેસર્સ કોટીયા પ્રોજેક્ટનાં સંચાલકો, ભાગીદારો તેમજ ડાયરેક્ટરની શોધખોળ ચાલી રહી છે. પરેશ શાહ અને નિલેશ જૈનને શોધા પોલીસે વિવિધ ટીમો બનાવી છે.

હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે નિવેદન આપ્યું હતુ કે, આરોપીઓ સામે લૂક આઉટ નોટિસ બહાર પાડી છે. તેમજ આરોપીઓ વિદેશ ભાગી ન જાય તે માટે પાસપોર્ટ ઓફીસની મદદ લેવામાં આવી છે. ગઈકાલે આરોપીઓ પકડાયા તેમના મોબાઈલની ચકાસણી કરાઈ હતી. તેમજ આરોપીની કડકાઈથી પૂછપરછ પણ કરાઈ હતી.

હરણી તળાવ બોટ દુર્ઘટના : આરોપીઓ કબૂલાત કરી કે ડોલ્ફીન નામની કંપનીને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જે કંપની નિલેશ જૈનની હતી. તેમજ આવકનું રિપોર્ટીંગ પરેશ શાહ અને નિલેશ જૈનને રોજ સ્ટાફ આપતો હતો. ટીકીટ વેચાણની માહિતી પણ પરેશ શાહ અને નિલેશ જૈનને આપવામાં આવતી હતી. પરેશ શાહ અને નિલેશ જૈનને આખરે પોલીસે આરોપી બનાવ્યો હતો. પરેશ શાહનો હરણી લેક ઝોનમાં મુખ્ય રોલ હતો. તેમજ હાલ પરેશ શાહ, પુત્ર, પુત્રી અને તેની પત્નિ મળી ચારેયને આરોપી બનાવાયા છે.