સુરેન્દ્રનગર જિલ્લાના ઝાલાવાડમાં ગુનેગારોને પોલીસનો ડર કે ખોફ રહ્યો નથી.
સુરેન્દ્રનગર જિલ્લા સમાચાર : ઝીંઝુવાડા પોલીસ મથકના પીએસઆઈ સહિત પોલીસ કાફલા ઉપર બુટલેગરના લોકોએ હુમલો કર્યો,

હવે તો ખાખી સુરક્ષિત નથી તો આમ જનતાનું શું



સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ અધિકારી ઉપર હુમલાનો આ ત્રીજો બનાવ છે. થોડા દિવસો પહેલાં જ થાનના PSI ઉપર હુમલો થયો હતો. જે અગાઉ પાણશીણાના PSI ઉપર હુમલો થયો હતો. હાલ બજાણા પોલીસ મથકના પીએસઆઈ ઉપર હુમલો થયો.
સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ધોળે દિવસે પોલીસ પર હુમલો થતા ચકચાર મચી છે. ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનાના આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર આરોપીઓ દ્વારા છરી સહિતના તિક્ષણ હથિયાર વડે હુમલો કરાતા PSIને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે અમદાવાદ ખસેડવાની ફરજ પડી છે. PSI સહિતના પોલીસ કાફલા પર હુમલો કરી આરોપીઓ પોતાની કાર લઈ નાસી છૂટતા સુરેન્દ્રનગરની પોલીસે આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
પ્રોહિબિશનના આરોપીને ઝડપવા જતાં હુમલો મળતી માહિતી મુજબ પાટણના સમી પોલીસ મથકના પ્રોહિબીશનના આરોપી જાલિમસિંહ ઝાલા અને જયપાલસિંહ ઝાલા ઝીંઝુવાડામાં હોવાની બાતમીના આધારે ઝીંઝુવાડાના PSI કે.વી.ડાંગર અને એમનો સ્ટાફ આરોપીને પકડવા માટે ગયા હતા. જ્યાં એમના પર છરી સહિતના હશિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવતા ઝીંઝુવાડા PSI કે.વી.ડાંગર અને એક કોન્ટેબલ ગંભીર રીતે ઘવાયો હતો. જ્યારે બંને આરોપીઓ પોલીસને થાપ આપીને પોતાની ક્રેટા ગાડીમાં નાસી છૂટવામાં સફળ થયા હતા.
PSI કે.વી.ડાંગરની હાલત ગંભીર
પોલીસ સ્ટાફ પર આ હુમલામાં PSI કે.વી.ડાંગરને ગંભીર ઇજા પહોંચતાં પ્રાથમિક સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઈ જવાયા બાદ એમને વધુ સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં રીફર કર્યા કર્યા છે. જેમને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પુષ્કળ લોહી વહી જવાના કારણે હાલ એમની તબિયત ગંભીર હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ PSI કે.વી.ડાંગરની ગઈકાલે જ ઝીંઝુવાડાથી ધ્રાંગધ્રા DySP કચેરીમાં રીડર ટુ તરીકે બદલી કરવામાં આવી છે.
ઝીંઝુવાડામા અજંપાભર્યો માહોલ
આ ગંભીર ઘટનાના પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પંડ્યા, ધ્રાંગધ્રા DySP જે.ડી.પુરોહિત, LCB, S0G સહિત પાટડી, દસાડા અને બજાણા પીએસઆઇ સહિતનો પોલીસ કાફલો ઝીંઝુવાડા ગામે દોડી ગયો હતો અને ઝીંઝુવાડામા ચાંપતા પોલીસ બંદોબસ્ત સાથે આરોપીઓને ઝબ્બે કરવાનાં ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં ઝીંઝુવાડામા અજંપાભર્યો માહોલ છે.