પોરબંદર પોલીસે વિદેશી દારૂનો કર્યો નાશ,
જિલ્લામાં પોલીસે ઝડપી પાડેલા લાખો રૂપિયાના દારૂનો નાશ કર્યો

પોરબંદર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા હજારો વિદેશી દારૂની બોટલો પર બુલડોઝર ફેરવાયું
તમામ પરપ્રાંત બોટલો પોલોસે અલગ અલગ પોલીસ મથકમાં કબજે લીધેલ હતી
તમામ કેસો પૂર્ણ થતાં આજે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, નશાબંધી વિભાગ, પોલિસ સહિતના તમામ સ્ટાફે સમુદ્ર કિનારે નાશ કર્યો

સમુદ્ર કિનારા પર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસે લાખો રૂપિયા દારૂનો નાશ કરેલ
દારૂના નાશ કરવા સમયે મજૂરો બોલાવેલ જે દારૂની બોટલો ગોઠવતા હતા.
એક મજુરે દારૂ ભરેલી બોટલનું બોક્ષ દરિયાની રેતીમાં ફેંકી દીધું હતું

પોલીસને વાતની જાણ થતા પોલીસે મજૂરને રંગે હાથ ઝડપી લઈ કાર્યવાહી શરૂ કરી
સમગ્ર જિલ્લામાં વર્ષ દરમિયાન ઝડપાયેલા દેશી અને વિદેશી દારૂનો નાશ કરાયો
જેમાં 3,30,660 રૂપિયાના દેશી દારૂનો નાશ કરાયો

71,22,817 રૂપિયા ની 20,802 બોટલ વિદેશી દારૂનો નાશ કરાયો
શહેરનાં ઇન્દિરા નગર વિસ્તારમાં માં ડી.વાય.એસ.પી, સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરાયો દારૂનો નાશ
