વાયબ્રન્ટ ભાવનગર વિઝન ૨૦૩૦: ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો Vibrant Bhavnagar Vision 2030

Spread the love

વાયબ્રન્ટ ભાવનગર વિઝન ૨૦૩૦: ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો’ ની મુલાકાત લેતા કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી ડો.મનસુખભાઈ માંડવીયા

ભાવનગર ખાતે ‘વાયબ્રન્ટ ભાવનગર વિઝન ૨૦૩૦: ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો’ ની મુલાકાત લેતા કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી ડો.મનસુખભાઈ માંડવીયા

બ્રેનપાવર અને મેનપાવરનો યોગ્ય ઉપયોગ દેશને વિકાસની દિશામાં આગળ ધપાવે છે : મંત્રીશ્રી ડો.મનસુખભાઈ માંડવીય

વાયબ્રન્ટ ભાવનગર

આગામી દિવસોમાં ભાવનગર મોટા ઉદ્યોગોનુત્ર હબ બનશે : મંત્રીશ્રી ડો.મનસુખભાઈ માંડવીયા

વાયબ્રન્ટ ભાવનગર સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘વાઇબ્રન્ટ ભાવનગર વિઝન ૨૦૩૦: ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો’ ની આજરોજ ભાવનગર નાં પ્રવાસે પધારેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી ડો.મનસુખભાઈ માંડવીયા એ મુલાકાત લીધી હતી.

વાયબ્રન્ટ ભાવનગર આ એક્સપો નો મુખ્ય હેતુ ઇન્ડસ્ટ્રીઝ, ટ્રેડ, મેન્યુફેક્ચરિંગ કંપની, સ્ટાર્ટઅપ વગેરે ઉદ્યોગોને વેગ મળે તેવો છે. એક્સપોમાં ગુજરાત પોલ્યુશન બોર્ડ, ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલોપમેન્ટ, ભારતીય સ્ટેટ બેંક, ઓમેગા એલિવેટર, આયુષ ઇન્ફ્રાકોનના વિવિધ ઉદ્યોગોના સ્ટોલ ઉભા કરી જરૂરી માહિતીઓ આપવામાં આવી રહી છે.

આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભાવનગરમાં સૌપ્રથમ વખત શરૂ થયેલો આ કાર્યક્રમ એક આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે. ભાવનગર પાસે અલંગ ની વૈશ્વિક ઓળખ તો હતી જ, હવે ભાવનગર કન્ટેનર હબ બનવા જઇ રહ્યું છે.

વાયબ્રન્ટ ભાવનગર

વધુ ઉમેરતાા તેમણે કહ્યું હતુત્ર કે દેશના વડાપ્રધાનશ્રીએ પણ દેશને વિકાસની દિશામાં આગળ લઈ જઈ રહ્યા છે. તેવી જ રીતે આ એક્સ્પો થકી ભાવનગરને વિકાસની નવી દિશા મળશે.

તેમણે કહ્યું કે, વિકાસની સાથે સાથે દેશની વિરાસતનું પણ સંરક્ષણ થઇ રહ્યું છે. લોથલ અને ધોળાવીરા સહિતની વિરાસતને ફરી જીવંત કરવા પણ સરકાર પ્રયત્નો કરી રહી છે.

દેશમાં બ્રેઇન પાવર અને મેન પાવરને વિકાસની સાથે કેવી રીતે જોડી શકાય તે બાબતે સરકારશ્રી દ્વારા પણ યોગ્ય આયોજન કરી કામગીરી કરવામાં આવી રહી છે. કોરોનાના સમયમાં પણ કોરોનાની રસી શોધી અન્ય દેશોને પણ પૂરી પાડવામાં આવી હતી. આથી બ્રેનપાવાર અને મેનપાવાર એ વિકાસમાં મહત્વનો ભાગ ભજવતો હોય છે.

વાયબ્રન્ટ ભાવનગર

ભાવનગરના ઉદ્યોગ સાહસિકો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં કન્ટેનર હબ બનવા તરફ આગળ જઈ રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્યમાં ભાવનગર કન્ટેનર હબ બનવા જઈ રહ્યું છે.

ભાવનગરના વિકાસમાં રોડ, રસ્તા, હવાઈ, દરિયાઈ માર્ગો વિકાસ તરફ આગળ લઈ રહ્યા છે.

અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ, રો રો ફેરી સર્વિસ, આગામી દિવસોમાં તૈયાર થનારમં સી.એન.જી.ટર્મિનલ, કન્ટેનર મેન્યુફેકચરિંગ હબ, મોટી ઇન્ડસ્ટ્રીઓ ઊભી થતાં ભાવનગરને વિકાસના પંથે આગળ ધપાવશે.

આવા કાર્યક્રમના સામૂહિક પ્રયાસોથી ભાવનગર ને વિકાસની દિશામાં આગળ ધપાવીએ તેમ તેમણે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું.

આ કાર્યક્રમમાં મહુવાનાં ધારાસભ્યશ્રી શિવાભાઈ ગોહિલ, શ્રી અભયસિંહ ચૌહાણ, ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીશ્રીઓ સહિતના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

link 1

link 2


Spread the love

Related Posts

Surat Crime News :400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા, Breaking News 1

Spread the love

Spread the loveSurat Crime News :સુરતમાં 400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે Surat Crime News :ગુજરાતના સુરતમાં મારામારી, લૂંટ, હત્યા જેવી ઘટનાઓ દિવસેને દિવસે…


Spread the love

Botad News :8 કાર સાથે 1 આરોપીની ધરપકડ, Breaking News 1

Spread the love

Spread the loveBotad News :બોટાદના નાગલપરથી પોલીસે 8 કાર સાથે 1 આરોપીની ધરપકડ કરી છે Botad News :બોટાદમાં કાર ચોરીનો મોટો પર્દાફાશ થયો છે. બોટાદ LCBએ આંતરરાજ્ય કાર ચોરીનો પર્દાફાશ…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *