વડોદરામાં ધંધામાં ભાગીદાર બનાવવાનું કહી પાયલ ફરસાણના પિતા-પુત્ર દ્વારા કન્સલ્ટન્ટ સાથે રૂ.1.83 કરોડની ઠગાઇ
વડોદરામાં ધંધામાં ભાગીદારની ઠગાઇ : વડોદરા શહેરમાં પાયલ ફરસાણ દુકાનના માલિક પિતા-પુત્રે વાસણા રોડ પર રહેતા કન્સલ્ટન્ટને ધંધામાં 50 ટકાના ભાગીદાર બનશો તો 15-20 લાખનો નફો થશે તેવી લાલચ આપી 1.86 કરોડનું રોકાણ કરાવ્યું હતું . પરંતુ ભાગીદાર બનાવ્યા ન હતા.
જેથી તેઓએ રૂપિયા પરત આપી દેવાનું કહેતા માત્ર 3.67 લાખ પરત આપી બાકીના 1.83 કરોડ નહી ચુકવીને છેતરપિંડી આચરી હતી. વારંવાર રૂપિયાની માગણી કરતા પિતા-પુત્ર તમારાથી થાય તે કરી લો તેવી ધમકી આપતા હતા. જેથી પિતા પુત્ર સામે ઠગાઇની ફરિયાદ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

શહેરના વાસણા રોડ પર આવેલી શ્રીકુંજ શીલ બંગ્લોઝમાં રહેતા આલાપ અશોક ઠક્કર દિવાળીપુરા કોર્ટ રોડ પર રાકા એન્ટરપ્રાઇઝ પ્રા.લિ.નામની કન્સલ્ટન્ટ ચલાવે છે. તેઓએ ફરિયાદ નોંધાવી છે કે વર્ષ 2015માં કમલ ઠક્કરના ચાર્ટડ એકાઉન્ટર ઋત્વીજ વ્યાસ દ્વારા કમલ ભાઇલાલ ઠક્કર તથા તેમના પુત્ર પરીત કમલ ઠક્કરની મુલાકાત થઇ હતી.
તેમની વડોદરામાં પાયલ ફરસાણ નામની દુકાન છે. તેઓએ વડોદરા તથા ગુજરાતમાં પાયલ ફરસાણની બીજી શાખાઓ નાંખવાની છે તેમાં નાણાનુ રોકાણ કરી પેઢીમાં ભાગીદાર થવાનુ જણાવ્યું હતું. બે કરોડનુ રોકાણ કરશો તો 50 % ના ભાગીદાર બનાવવાનુ જણાવ્યું હતું. જેથી અમે ભાગીદાર થવાનુ વિચારી પ્રથમ 22 લાખ રોકડા આપ્યા હતા.
ત્યારબાદ અમારા સબંધીના બેન્કના ખાતામાંથી ચેક તથા એનઇએફટીથી 61.85 લાખ ટ્રાન્સફર કર્યા હતા. વર્ષ 2016માં ડીડ ઓફ પાર્ટનરશીપ તૈયાર કરી અમારી પાસે આવ્યા હતા. જેમાં 50 ટકા ભાગીદાર સામાવાળા તથા 50 ટકાના ભાગીદાર મારા માસા મુકેશ ઠક્કર તથા મામી ધારા નેહલ કારીયા નામની હતી. જેમા મારા માસા તથા માસીની સહીઓ કરી આપી હતી.
ત્યારબાદ ભાગીદારી પેઢીને રજીસ્ટર કરવા જણાવ્યું હતું. તેઓએ જણાવેલ કે બાકીની રકમ આપો તો રજીસ્ટર્ડ કરી દઈશુ. જેથી અમે તેમને બાકી પડતી રકમ રોકડે તથા એનઇએફટી દ્વારા ચુકવી દીધી હતી. આમ ફરસાણના ધંધામાં ભાગીદાર બનવા માટે અમે રોકડા, ચેકથી તથા એનઇએફટીથી 1.86 લાખ આપ્યા હતા અને ભાગીદારી પેઢીા દસ્તાવેજ કરવાનું કહ્યું હતું. પરંતુ કમલ ઠક્કર તથા તેના પુત્ર પરીત ઠક્કર દ્વારા માત્ર વાયદા બતાવ્યા તા હતા.
જેથી અમારી સાથે છેતરપીંડી થઇ હોવાનો અહેસાસ થતા પોલીસ ફરીયાદ કરવાનુ નક્કી કર્યું હતું. જેથી તેઓએ ફરીયાદ નહી કરવાનુ કહી઼ ચેકથી રૂ 3.67 લાખ પરત ચુકવ્યા હતા.જ્યારે બાકી નાણા પંદર માસમાં ચુકવી આપશે તેવુ પાયલફ રસાણના લેટર પેડ ઉપર લખી આપ્યું હતું. તેમ છતાં બાકીના 1.83 કરોડ આપતા ન હતા. જેથી અમે તેમની પાસે નાણાની માગણી કરતા તમારાથી થાય તે કરી લેવાની ધમકી આપી હતી. ગોત્રી પોલીસે તેમની ફરિયાદના આધારે બંને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.