Ahmedabad news: બાવળા તાલુકાના રૂપાલ ગામમાં 8 વર્ષની બાળકી ઉપર શ્વાનોએ હુમલો કર્યો, 5 જેટલા શ્વાને બાળકી પર હુમલો કરતા બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત
- બાવળાના રૂપાલમાં બાળકી ઉપર શ્વાનનો હુમલો
- પાંચ જેટલા શ્વાનોએ કર્યો હતો હુમલો
- શ્વાનના હુમલાથી બાળકી ઈજાગ્રસ્ત
રાજ્ય (Gujarat)માં એકવાર ફરી રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો બાવળા તાલુકાના રૂપાલ ગામમાં 8 વર્ષની બાળકી ઉપર શ્વાનોએ હુમલો કર્યો હતો. 5 જેટલા શ્વાને બાળકી પર હુમલો કરતા બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.
માસૂમ બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત
રખડતા શ્વાનના કારણે અમદાવાદના બાવળામાં માસૂમ બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. જો કે, ઈજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બાળકો ઉપર શ્વાનના હુમલાની ઘટનાથી સમગ્ર પંથકમાં ડરનો માહોલ છવાયો છે, જ્યારે બાળકોના વાલીઓ ચિંતિત બન્યા છે.
બાળકી સારવાર હેઠળ
રખડતા શ્વાનોએ બાળકીના પીઠ, હાથ સહિતના વિવિધ ભાગોમાં બચકા ભર્યા છે. જેના કારણે બાળકી દર્દથી પીડાઈ રહી છે, આખા શરીર પર શ્વાનના બચકા જ બચકા નજરે ચડી રહ્યાં છે. જે બાળકીનું શરીર જોઈને જ કણસી ઉઠીએ તેવો શ્વાનઓ હુમલો કર્યો હતો. બાળકીના શરીર પર શ્વાનના અનેક બચકાઓના નિશાન પણ જોવા મળી રહ્યાં છે. જો કે, તેની અત્યારે સારવાર ચાલી રહી છે.