‘ભારત 2028માં COP33નું આયોજન કરવા તૈયાર’, PM મોદીએ દુબઈમાં મૂક્યો પ્રસ્તાવ. ક્લાઈમેટ ચેન્જને રોકવા માટે ગ્લોબલ સાઉથના દેશોનું પણ ખાસ મહત્વ : PM મોદી
COP 28 summit Dubai : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલાઈમેટ એક્શન સમીટ COP 28ની બેઠકમાં ભાગ લેવા માટે દુબઈ ગયા છે. આ સમીટ દરમિયાન PM મોદીએ 2028માં ભારતમાં યુએન ક્લાઈમેટ સમિટનું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ દરમિયાન તેમણે પર્યાવરણની સુરક્ષા માટે ભારત દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાઓનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ભારત હંમેશા અર્થતંત્ર અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવનાર દેશ રહ્યો છે.ક્લાઈમેટ ચેન્જને રોકવા માટે ગ્લોબલ સાઉથના દેશોનું પણ ખાસ મહત્વ
આ સિવાય દુબઈમાં કોન્ફરન્સમાં વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કલાઈમેટ ચેન્જ સામે મજબૂત વૈશ્વિક સહયોગની જરૂર છે અને સાથે એ પણ સુનિશ્ચિત થવું જરૂરી છે કે ક્લાઈમેટ ચેન્જ સામેની આ લડાઈમાં ગ્લોબલ સાઉથના દેશોના હિતોની સાથે કોઈ છેડછાડ ન થાય.
કલાઈમેટ ચેન્જ એક વૈશ્વિક સમસ્યા : PM મોદી
દુબઈની એક ન્યુઝ એજન્સી સાથે વાતચીત કરતા સમયે PM મોદીએ એમ પણ કહ્યું કે, ભારત એક માત્ર દેશ છે જેણે National Determined Contribution માટે તેમણે નિર્ધારિત કરેલા લક્ષ્યને પૂર્ણ કર્યું છે. PM મોદીએ આગળ કહ્યું કે, કલાઈમેટ ચેન્જ એક વૈશ્વિક સમસ્યા છે અને તેના વિરુદ્ધ લડવા માટે આખી દુનિયાને એક થઈને કામ કરવું પડશે. ઉપરાંત આ પરિસ્થિતિ સામે લડવા આ પણ મહત્વનું છે કે, વિકાસશીલ દેશોને સમસ્યા સર્જતા દેશો તરીકે ન આંકવા. વિકાસશીલ દેશો પણ આ સમસ્યાના ઉકેલ માટે જરૂરી યોગદાન આપી રહ્યા છે, પરંતુ તેમને નાણાકીય અને તકનીકી મદદ આપ્યા વિના આ બનશે નહિ. આ કારણે જ મેં હંમેશા હિમાયત કરી છે કે બધા દેશ આ સમસ્યાના ઉકેલ માટે યોગ્ય યોગદાન આપે.

COP 28 વિશે
COP 28નો અર્થ છે UN Framework Convention on Climate Change (UNFCCC) ની કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ (COP) ની 28મી બેઠક. COPs દર વર્ષે થાય છે.
30 નવેમ્બરથી 12 ડિસેમ્બર 2023 દરમિયાન સંયુક્ત આરબ અમીરાતમાં યોજાનારી COP 28નો ઉદ્દેશ્ય તાપમાનમાં વધારો 1.5°C સુધી મર્યાદિત કરવા અને 2050 સુધીમાં ચોખ્ખું-શૂન્ય ઉત્સર્જન હાંસલ કરવાના માર્ગો પર સંમત થઈને આબોહવા સંકટને દૂર કરવાનો છે. સભ્ય સહિત 70,000 થી વધુ પ્રતિનિધિઓ રાજ્યો, બિઝનેસ લીડર્સ, યુવા લોકો, આબોહવા વૈજ્ઞાનિકો, સ્વદેશી લોકો, પત્રકારો અને અન્ય વિવિધ નિષ્ણાતો અને હિતધારકો હાજરી આપે તેવી અપેક્ષા છે.
COP28 Summit in UAE | યુએઈમાં આજથી 28માં સંયુક્ત રાષ્ટ્ર ક્લાઈમેટ ચેન્જ સંમેલનનું આયોજન દુબઈ એક્સપો સિટી ખાતે કરાશે. આ સંમેલનમાં 200 દેશોના પ્રતિનિધિ સામેલ થશે. 30 નવેમ્બરથી 12 ડિસેમ્બર સુધી ચાલનારા આ સંમેલનમાં ક્લાઈમેટ ચેન્જની સાઇડ ઈફેક્ટ, જીવાશ્મ ઈંધણનો ઉપયોગ, મિથેન તથા કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે નાણાકીય સહાય અને ધનિક દેશોથી વિકાસશીલ દેશોને અપાતા વળતર જેવા મુદ્દાઓ પર ગાઢ વાતચીત થવાની શક્યતા છે. વડાપ્રધાન મોદી 1 ડિસેમ્બરે આ સંમેલનમાં જોડાશે. 200 દેશોના પ્રતિનિધિ જોડાશે.
દુનિયાભરમાં ઘાતક ગરમી, દુષ્કાળ, જંગલની આગ, તોફાન અને પૂરની અસર આજીવિકા અને જીવન પર થઇ રહી છે. 2021-2022 માં વૈશ્વિક કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. તેનું લગભગ 90 ટકા જીવાશ્મ ઈંધણથી થાય છે. કોપ-28 દરમિયાન કિંગ ચાર્લ્સ તૃતીય, પોપ ફ્રાન્સિસ અને લગભગ 200 દેશોના નેતાઓ આ મુદ્દાઓને પ્રાથમિકતા સાથે સંબોધિત કરશે.
200 દેશોના પ્રતિનિધિ જોડાશે. દુનિયાભરમાં ઘાતક ગરમી, દુષ્કાળ, જંગલની આગ, તોફાન અને પૂરની અસર આજીવિકા અને જીવન પર થઇ રહી છે. 2021-2022 માં વૈશ્વિક કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. તેનું લગભગ 90 ટકા જીવાશ્મ ઈંધણથી થાય છે. કોપ-28 દરમિયાન કિંગ ચાર્લ્સ તૃતીય, પોપ ફ્રાન્સિસ અને લગભગ 200 દેશોના નેતાઓ આ મુદ્દાઓને પ્રાથમિકતા સાથે સંબોધિત કરશે.
સંયુક્ત આરબ અમીરાત UAEની સરકાર UNFCCC (COP 28) ના પક્ષકારોની 28મી કોન્ફરન્સનું આયોજન કરશે, જે અગાઉની સફળતાઓનું નિર્માણ કરવા અને આબોહવા પરિવર્તનના વૈશ્વિક પડકારનો અસરકારક રીતે સામનો કરવા માટે ભવિષ્યની મહત્વાકાંક્ષા માટે માર્ગ મોકળો કરશે.30 નવેમ્બરથી 12 ડિસેમ્બર સુધી ચાલનારા આ સંમેલનમાં ક્લાઈમેટ ચેન્જની સાઇડ ઈફેક્ટ, જીવાશ્મ ઈંધણનો ઉપયોગ, મિથેન તથા કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે નાણાકીય સહાય અને ધનિક દેશોથી વિકાસશીલ દેશોને અપાતા વળતર જેવા મુદ્દાઓ પર ગાઢ વાતચીત થવાની શક્યતા છે. વડાપ્રધાન મોદી 1 ડિસેમ્બરે આ સંમેલનમાં જોડાય છે.