બોરસદના ઝારોલા પાસે બલેનો ગાડીનો ટ્રક સાથે ગોઝારો અકસ્માત

Spread the love

ગતરોજ બોરસદના ઝારોલા પાસે બલેનો ગાડીનો ટ્રક સાથે ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં કાર માં સવાર જંત્રાલ ના 3 યુવકોને કાળ ભરખી ગયો.

બોરસદના ઝારોલા પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા. ત્યારે આ બાબતે પેટલાદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બોરસદ થી ધુવારણ જતા હાઇવે પર ગતરોજ મોડી રાત્રે બલેનો કારના ચાલકે ગાડી પરનો કાબુ ગુમાવતા બાઈક સવારને ટક્કર મારી ટ્રકમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં જંત્રાલ ના ત્રણ નવ યુવાનોએ જીવ ગુમાવ્યો હતો સમગ્ર મામલે ભાદરણ પોલીસે ઘટના સાથે પહોંચી ત્રણ કલાકની ભારે જેહમત બાદ તમામ મૃતદેહોને ગાડીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી…

બોરસદના ઝારોલા

ઘટનાના પગલે આજે dysp સહિત ટીમે ઘટનાનું નિરીક્ષણ કર્યું જેમાં fsl ની પણ મદદ લેવામાં આવી અને ઇજાગ્રસ્ત બાઇક ચાલકની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ઓવરસ્પીડ કારે બાઇકને ટક્કર મારતા બોરસદના ઝારોલા નજીક મોટો અકસ્માત: ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત, એક ઘાયલ

Over speeding car hits bike in major accident near Jharola in Borsad: Three youths die on the spot, one injured

બોરસદનાં ઝારોલા પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત
ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ઘટનાં સ્થળે 3 નાં મોત
મૃતક ત્રણેય યુવકો બોરસદના જંત્રાલ ગામના વતની

બોરસદનાં ઝારોલા પાસે ટ્રક અને કાર વચ્ચે ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઝારોલા બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર ત્રણેય યુવકોનાં ઘટનાં સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. રેતી ભરેલા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી. આ ભયંકર અકસ્માતમાં કાર ટ્રકની નીચે ધૂસી જવા પામી હતી. આ બાબતે પોલીસ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી ગુનો નોંધી મૃતકની લાશને પીએમ અર્થે મોકલી હતી. પોલીસ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરતા કાર ઓવર સ્પીડમાં હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

પોલીસે બાઈક ચાલકની ફરિયાદનાં આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી

મળતી માહિતી મુજબ ત્રણેય જયેશભાઈ રબારી પિતા રવાભાઈ રબારી તેમજ મામા શંકરભાઈ રાત્રે કણભા ગામે બાઈક પર માતાજીનાં માંડવામાં હાજરી આપવા જતા હતા. તે સમયે રાત્રે 11 વાગ્યાનાં સુમારે બોરસદ તાલુકાનાં ઝારોલા ગામનાં બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા હતા. તે સમયે પાછળથી આવી રહેલ કારે બાઈકને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. આ બાબતે પોલીસે બાઈક ચાલક જયેશભાઈ રવાભાઈ રબારીની ફરિયાદનાં આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પી કે દિયોરા (DYSP, પેટલાદ)

FSLની પ્રાથમિક તાપસમાં આવ્યું સામે

પોલીસ તપાસમાં વધુ વિગત પણ બહાર આવવા પામી હતી. જેમાં કાર ચાલકે સૌ પ્રથમ બાઈક સવારને ટક્કર મારી હતી. ત્યારે બાઈક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માત બાદ કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવ્યો હતો. અને કાર ડમ્પર સાથે ભટકાઈ હતી. FSL ની પ્રાથમિક તપાસમાં સમગ્ર વિગત બહાર આવવા પામી છે. ત્રણેય મૃતકો બોરસદનાં જંત્રાલ ગામનાં વતની હતી.

link 1

link 2


Spread the love

Related Posts

Surat Crime News :400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા, Breaking News 1

Spread the love

Spread the loveSurat Crime News :સુરતમાં 400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે Surat Crime News :ગુજરાતના સુરતમાં મારામારી, લૂંટ, હત્યા જેવી ઘટનાઓ દિવસેને દિવસે…


Spread the love

Botad News :8 કાર સાથે 1 આરોપીની ધરપકડ, Breaking News 1

Spread the love

Spread the loveBotad News :બોટાદના નાગલપરથી પોલીસે 8 કાર સાથે 1 આરોપીની ધરપકડ કરી છે Botad News :બોટાદમાં કાર ચોરીનો મોટો પર્દાફાશ થયો છે. બોટાદ LCBએ આંતરરાજ્ય કાર ચોરીનો પર્દાફાશ…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *