બાલાસિનોરમાં મોટર સાઇકલ પાર્કિંગ મુદ્દે બોલાચાલી થતાં ચાર ઈસમો દ્વારા હુમલો કરી નિવૃત જવાનને માર માર્યો
બાલાસિનોરમાં છેલ્લા કેટલાક સમયથી અસમાજિક તત્વો બેફામ બન્યા છે ત્યારે નગરના રાજપુરી દરવાજા પાસે શાકભાજી લેતા સમયે મોટર સાઇકલ પાર્કિંગ મુદ્દે બોલાચાલી થતાં ચાર ઈસમો દ્વારા હુમલો કરી નિવૃત જવાનને મારમારતા ચાર ઈસમો સામે બાલાસિનોર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

બાલાસિનોર તાલુકાના ભાથલા ગામના સીઆરપીએફમાંથી તાજેતરમાં નિવૃત બળવંતસિંહ સુખાભાઈ સોલંકી નગરના રાજપુરી દરવાજા પાસે આવેલી શાકભાજીની લારીઓ પાસે શાકભાજી લેવા જતા પોતાની મોટરસાયકલ પાર્ક કરેલ હતું.
જ્યાં બાલાસિનોરના ભોઈવાળા વિસ્તારમાં રહેતા સમીર ઉર્ફે સોમાં બાબુ મહેરા તેઓનું એક્ટિવા લઈ નિવૃત જવાન પાસે આવીને કહેવા લાગેલ કે તું કેમ અમારા રસ્તા પર તારું મોટર સાઇકલ પાર્ક કરે છે તેમ કહી ઉશ્કેરાઈ જઈ ગંદી ગાળો બોલી અહિયા ઊભો રહજે હું આવું છું તેમ કહી ફોન કરીને અન્ય ઈસમો પૈકી સોનું મહેરા, નિર્મલ ગિરીશ મહેરા, જીજ્ઞોશ સુભાષ મહેરા જેઓ પાવડાના દસ્તા લઈનેઆવીને હુમલો કરતા નિવૃત જવાનનેમાથાના ભાગે તેમજ મોઢાના ભાગે વાગતા લોહી નીકળતા ચારે આરોપી નાસી છૂટયા હતા જ્યારે બાદ નિવૃત જવાન રીક્ષા મારફતે સરકારી દવાખાને પોહચી સારવાર કરાવી હતી.
સમગ્ર ઘટનાની જાણ બાલાસિનોર ટાઉન પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પોહચી હતી જ્યારે નિવૃત જવાનની ફરિયાદ આધારે ચાર આરોપી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધી આરોપીની અટકાયત કરવા ચક્રોગતિમાન કર્યા હતા. બાલાસિનોર રાજપુર દરવાજા પાસે નિવૃત જવાનને મારમારવાના કેશના મુખ્ય આરોપી સમીર ઉર્ફે સોમાં બાબુ મહેરા બાલાસિનોર નગર વિસ્તારમાં નામચીન બુટલેગર પૈકીનો એક બુટલેગર છે જે રાજપુર અને સાકરીયા રોડ પર આવેલા નીલગીરીઓના ખેતરમાં દારૂ વેચતો હોવાની ચર્ચાઓ ચાલી હતી.