ગુજરાતના બજેટમાં અત્યાર સુધીનું સૌથી મોટું એલાન, 7 નગરપાલિકા બનશે મહાનગરપાલિકા
નાણાંમંત્રી કનુભાઈ પટેલ દ્વારા આજે વિધાનસભામાં વર્ષ 2024-25 નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં છેલ્લા ઘણા સમયથી અનેક નગરપાલિકાને મહાનગર પાલિકા બનાવવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે રાજ્યમાં વધુ સાત નગર પાલિકાને મહાનગર પાલિકા જાહેર કરવામાં આવતા હવે મહાનગર પાલિકાની સંખ્યા 13 થવા પામી છે.
The biggest announcement in the budget of Gujarat so far, 7 Municipalities will become Mahanagarpalikas

નાણામંત્રી દ્વારા બજેટમાં સાત નગર પાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યો
ઉત્તર ગુજરાતમાં મહેસાણા નગર પાલિકા હવે મહાનગર પાલિકાને દરજ્જો મળ્યો
રાજ્યમાં મહાનગર પાલિકાની સંખ્યા 13 થવા પામી
નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિકાસનાં પાંચ સ્તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ તેમજ આર્થિક પ્રવૃતિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ આધારીત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત 2047 ને લક્ષ્યમાં ભાગીદારી નોંધાવતું અને વિકસિત ગુજરાત 2047 નું નિર્માણ કરવા માટેન રોડમેપ નક્કી કરતું 3 લાખ 32 હજાર 465 કરોડનું અંદાજપત્ર રૂ કરવામાં આવ્યું હતું.
નવી જાહેર કરાયેલ મહા નગર પાલિકામાં ઉત્તર ગુજરાતની મહેસાણા નગર પાલિકાને મહાનગર પાલિકા જાહેર કરવામાં આવી છે. જેમ નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ તેમજ સુરેન્દ્ર નગરનાં વઢવાણને મહાનગર પાલિકાનો દરજ્જો મળશે.