લોકસભા ચૂંટણીને લઈને પાટીલે આપેલા ટાર્ગેટથી BJP ધારાસભ્યને પરસેવો વળી ગયો, Breaking News 1

Spread the love

લોકસભાની ચૂંટણીને લઈને પાટીલના ટાર્ગેટથી ભાજપના ધારાસભ્યને પરસેવો વળી ગયો

લોકસભાની ચૂંટણીને (Lok Sabha Election) લઈને ભાજપે (BJP) તૈયારીઓ આરંભી દીધી છે. ભાજપે હાલમાં જ રાજ્યમાં 26 લોકસભા કાર્યાલયનું ઉદ્ધાટન કર્યું હતું. ચૂંટણીને લઈને સી.આર પાટીલે ધારાસભ્યોને મોટા માર્જીનથી જીત માટેના ટાર્ગેટ આપ્યા છે.

આ વચ્ચે ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા (MLA Mahendra Padaliya) વીડિયો વાઈરલ થયો છે. જેમાં તેઓ પાટીલે 5 લાખની લીડ માટેનો ટાર્ગેટ આપ્યો હોવાની વાતને લઈને ચિંતામાં દેખાઈ રહ્યા છે.

BJP MLAનો વીડિયો વાઈરલ થયો

ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા તાજેતરમાં ગોંડલ ભાજપના કાર્યાલય ઉદ્ઘાટનમાં પહોંચ્યા હતા. તેમનો કાર્યકરો વચ્ચેનો વીડિયો હાલમાં વાઈરલ થયો છે. વીડિયોમાં તેઓ સી.આર પાટીલે લોકસભા માટે આપેલા 5 લાખની લીડના ટાર્ગેટની વાત કરી રહ્યા છે.

તેઓ કહે છે કે, મારે તો થોડુંક અઘરું છે… ધોરાજી ઉપલેટમાં 5 લાખની લીડ કેમ કરવી? પાટીલ સાહેબે કહ્યું 5 લાખની લીડનું ત્યારથી મને ટેન્શન આવી ગયું છે. ધોરાજી-ઉપલેટામાંથી લીડ ના થાય મારાથી, પાટીલ સાહેબે કહ્યું જયેશ રાદડીયા અને જયરાજસિંહને કહેવું પડશે સવા સવા લાખની લીડમાં તમે મદદ કરજો, જયેશભાઇ અને જયરાજસિંહ મદદ કરે તો મારે લીડમાં વાંધો ના આવે.

LINK 1

LINK 2


Spread the love

Related Posts

Surat Crime News :400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા, Breaking News 1

Spread the love

Spread the loveSurat Crime News :સુરતમાં 400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે Surat Crime News :ગુજરાતના સુરતમાં મારામારી, લૂંટ, હત્યા જેવી ઘટનાઓ દિવસેને દિવસે…


Spread the love

Botad News :8 કાર સાથે 1 આરોપીની ધરપકડ, Breaking News 1

Spread the love

Spread the loveBotad News :બોટાદના નાગલપરથી પોલીસે 8 કાર સાથે 1 આરોપીની ધરપકડ કરી છે Botad News :બોટાદમાં કાર ચોરીનો મોટો પર્દાફાશ થયો છે. બોટાદ LCBએ આંતરરાજ્ય કાર ચોરીનો પર્દાફાશ…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *