ચકલાસી નજીક ટ્રકમાં હેરાફેરી કરાતો રૂ. 58.34 લાખનો દારૂ ઝડપાયો | Crime Story 1

Spread the love

ચકલાસી નજીક ટ્રકમાં હેરાફેરી કરાતો રૂ. 58.34 લાખનો દારૂ ઝડપાયો

નડિયાદ : ચકલાસી પોલીસે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ચકલાસી બ્રિજ નજીકથી વિદેશી દારૂ ભરીને જતી ટ્રકને ઝડપી પાડી હતી. પોલીસે વિદેશી દારૂ રૂ. ૫૮,૩૪,૪૦૦ તેમજ ટ્રક મળી કુલ રૂ. ૬૮,૩૯,૬૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ચકલાસી પોલીસ નાઇટ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, એક ટ્રકનો ડ્રાઇવર ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરી વડોદરાથી અમદાવાદ તરફ એક્સપ્રેસ હાઇવે ઉપરથી જઈ રહ્યો છે. જેથી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી.

ચકલાસી
  • મહારાષ્ટ્રના ટ્રક ચાલકની અટકાયત કરી
  • દારૂની 22,920 બોટલ સહિત 68.39 લાખનો મુદ્દામાલ કબજે : ડ્રાઈવર સહિત 6 શખ્સો સામે ગુનો નોંધાયો

આ દરમિયાન એકસપ્રેસ હાઇવે પરથી પસાર થતી ટ્રકને ઉભી રખાવી પોલીસે ચકલાસી ઓવરબ્રિજ નજીક ઉપર રનિંગ સાઈડમાં પાર્કિંગ ઝોનમાં ટ્રક લેવડાવી તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂના બોક્સ નંગ ૧૦૦૬ જેમાં નાની મોટી બોટલો કુલ નંગ ૨૨,૯૨૦ કિંમત રૂ. ૫૮,૩૪,૪૦૦ ની મળી આવી હતી. જેથી પોલીસે ટ્રક, મોબાઈલ, રોકડા રૂ. ૨૦૦ તથા વાહનને લગત દસ્તાવેજી કાગળો, ખોટી બિલટીના કાગળો મળી કુલ રૂ. ૬૮,૩૯,૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે ટ્રક ડ્રાઇવરની અટક કરી પુછપરછ કરતા આરોપી રણજીતસીંગ સમીરસીંગ પવાર (રહે. અમૃત ધારા કો.ઓ.હાઉસીંગ સોસાયટી, સેકટર ૧૦, કલમબોલી, રાયગઢ, મહારાષ્ટ્ર) હોવાનું જણાવ્યું હતું. આ રેઇડ દરમિયાન ટ્રકનો નંબર ઇગુજકોપ એપ્લીકેશન મારફતે તપાસ કરતા ટ્રકના નંબર સાથે ચેચીસ તથા એન્જીન નંબર ખોટો હોવાનું જણાઇ આવ્યું હતું અને ગાડીના કાગળો તથા ખોટા જીએસટી બીલો મળી આવ્યા હતા. આ બનાવ સંદર્ભે ચકલાસી પોલીસે ટ્રકચાલક, ટ્રક માલિક, દારૂ આપનાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ટ્રકની નંબરપ્લેટ અને દસ્તાવેજો બોગસ હોવાનું તપાસમાં ખુલ્યું

ચકલાસી એક્સપ્રેસ હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલી ટ્રક મળી આવી હતી. આ ટ્રકના નંબરની ઇ-ગુજકોપ પર તપાસ કરતા ટ્રકની નંબર પ્લેટ ખોટી હોવાનું જણાયું હતું. આ ઉપરાંત જીએસટી બિલો તેમજ ખોટી બીલટીઓ બનાવેલી મળી આવી હતી. આમ ઠગાઈ કરવાના આશયથી ખોટા દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જણાઇ આવ્યું હતું.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *