અમદાવાદ ગરીબરથ ટ્રેનમાંથી યુવકની રૂ.૬૮ હજારની મત્તા ભરેલી બેગ ચોરાઈ
મુંબઈના થાને વિસ્તારમાં રહેતા અન્વયકુમાર જૈન ગત તા. ૧૬ના રોજ આબુ રોડ રેલવે મથકથી ગરીબરથ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. તે દરમિયાન યુવક પોતાની સીટ પર ઉંધી જતા ગઠિયો યુવકનું રોકડ, ફોન, જરૂરી દસ્તાવેજ, ચાંદીના સિક્કા સહિત રૂપિયા ૬૮ હજારની મત્તા ભરેલું બેગ તડફાવી ગયો હતો. યુવકને અમદાવાદ રેલવે મથક સુધી પહોંચતા બેગ ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. જેથી યુવકે અમદાવાદ રેલવે મથક ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે. ત્યારે બીજા બનાવ માં :

અમદાવાદ રેલવે મથક પર જમવાનુ લેવા ઉતરેલ યુવકની ૫૫ હજારની મત્તા ભરેલી બેગ ચોરાઈ

સુરતમાં રહેતા ભાવેશકુમાર પરમાર ગત તા. ૨૩ના રોજ રાજસ્થાનના બાલોત્રા રેલવે મથકથી ભગતકી કોઠી પુને એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. તે દરમિયાન યુવક અમદાવાદ રેલવે મથક પર જમવાનુ લેવા ઉતર્યો હતો. તે વેળાએ તસ્કર યુવકની પપ હજારની મત્તા ભરેલી બેગ ઉઠાવી ગયો હતો. યુવકને ટ્રેનમાં પરત ફરતા ચોરી થયાની જાણ થતા તેને અમદાવાદ રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.