કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતમાં 2 દિવસ રોકાશે અને અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે. Union Home Minister Amit Shah will visit Gujarat
જુઓ ક્યા ક્યા કાર્યક્રમમાં હાજરી આપશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે
આવતીકાલે લોકસભા કાર્યાલયનુ ઉદ્ઘાટન કરશે
ગાંધીનગરની NFSU ના કાર્યક્રમમાં પણ જોડાશે
ભાવનગરના સોનગઢના પ્રતિષ્ઠા મહોત્સવમાં જશે
જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નેતાઓના ગુજરાતમાં ધામા જોવા મળી રહ્યાં છે. લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહ્યાં છે. જેથી દરેક પક્ષના નેતાઓ મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે આ બધા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ ગુજરાતમાં 2 દિવસ રોકાશે અને અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે.
28મીએ આવશે ગુજરાતના આંગણે, જાણો કયા કાર્યક્રમ અંતર્ગત આપશે હાજરી

ભાવનગરમાં યોજનારા કાર્યક્રમોમાં હાજરી આપશે
અમિત શાહ સાંજ સુધીમાં ગુજરાત આવ્યા બાદ તેઓ આગામી 2 દિવસ રોકાશે અને અલગ અલગ 3 કાર્યક્રમોમાં પોતાની હાજરી આપશે.આ સાથે જ તેઓ NFSU ખાતે 44માં અખિલ ભારતીય અપરાધ વિજ્ઞાન સમ્મેલન હાજરી આપશે. મળતી માહિતી મુજબ અમિત શાહ સોમવારે સાંજે એટલે આજે સાંજે 7 વાગ્યા સુધીમાં અમદાવાદ આવ્યા બાદ. તેઓ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. 23 જાન્યુઆરીએ તેઓ ગાંધીનગર અને ભાવનગરમાં યોજનારા કાર્યક્રમોમાં હાજરી આપશે.
ગાંધીનગરથી ભાવનગર સુધી પહોંચશે
અમિત શાહ 23 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે ગાંધીનગર ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે પાંચમા આંતરરાષ્ટ્રીય સંમેલન હાજરી આપશે. અમિત શાહ 44માં અખિલ ભારતીય અપરાધ વિજ્ઞાન સંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી ઉપસ્થિત રહી પોતાના વિચારો રજૂ કરશે.
જે બાદ ગાંધીનગરથી તેઓ બપોરના 2 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા ગાંધીનગરથી ભાવનગર સુધી પહોંચશે. જ્યાં તેઓ ભાવનગરના સોનગઢમાં હાજરી આપશે. બાદમાં તેઓ અમદાવાદના રાણીપમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાશે. ત્યારબાદ મોડી સાંજે દિલ્લી જવા રવાના થશે.