સંઘ પ્રદેશ દમણના મોટી દમણ કિલ્લા પાછળથી પસાર થતાં રસ્તા પર એક પર્યટક દ્વારા કારના રૂફ પર બેસીને હીરોગીરી કરતો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. જેને લઇ દમણ પોલીસે વાયરલ થયેલા વિડિયો આધારે તપાસ શરૂ કરી છે.
પર્યટન સ્થળ દમણમાં અનેક સહેલીઓ દમણની મુલાકાતે આવતા હોય છે. અને મોટી દમણ લાઈટ હાઉસથી જામ્પોર દરિયા કિનારા તથા નાની દમણ જેટીથી દેવકા દરિયા કિનારે બનેલા નયનરમ્ય નામો પથ પર આવી પરિવાર સાથે આનંદ પ્રમોદ કરતા હોય છે. ત્યારે અમુક યુવાન પર્યટકો સોશ્યલ મીડિયામાં છવાઈ જવાના આશય સાથે લોકોનું ધ્યાન આકર્ષિત કરવા જોખમી સ્ટંટ કરી તેમનું અને લોકોના જીવ સાથે ચેડાં પણ કરતા જોવા મળે છે.
ત્યારે આવો જ એક વાક્યો મોટી દમણ કિલ્લા ક્ષેત્ર ની પાછળના રસ્તા પર જોવા મળ્યો હતો. જ્યાં એક સફેદ કલરની કિયા કારમાં એક યુવાન કારના રૂફ પર જોખમી રીતે બેસી લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો હતો. ત્યારે તેની કાર પાછળ આવી રહેલ અન્ય એક કારના ચાલકે આ હરકતને તેના મોબાઈલ ફોનમાં શૂટ કરી લીધો હતો. અને ત્યાર બાદ આવા યુવાનો ને ટ્રાફિક અને કાયદાના નું ભાન થાય એવા આશય સાથે ઊતરેલા વિડિયો ને સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
વાયરલ થયેલા વિડિયો બાદ મોટી દમણ પોલીસ દ્વારા આ અંગે જરૂરી તપાસ કાર્ય શરૂ કરી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી યુવા વર્ગ સોશ્યલ મીડિયામાં રીલ બનાવવાના ચક્કરમાં આવા જોખમી વિડિયો બનાવી રહ્યા છે. જેને લઇ તેઓ તેમના તો જીવ સાથે ચેડાં કરતા જ હોઈ છે સાથે તેઓ અન્ય લોકોના જીવ ને પણ જોખમમાં મૂકતા હોય છે. ત્યારે ગુજરાત પોલીસ ના તર્જ પર દમણ પોલીસ પણ પ્રદેશમાં આવતા આવા તત્વો સામે કાયદાકીય પગલાં ભરી કાયદા અને ટ્રાફિક નિયમનનો પાઠ ભણાવે એ જરૂરી બન્યું છે.