ઠક્કનગરમાં રહેતા યુવકની પત્ની સાથે તકરાર કરતા યુવકે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેની અદાવત રાખીને ચાર શખ્સોએ યુવકને મારી સામે કેમ અરજી આપી કહીને ઝઘડો કર્યો હતો
અમદાવાદ : ઠક્કનગરમાં રહેતા યુવકની પત્ની સાથે તકરાર કરતા યુવકે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેની અદાવત રાખીને ચાર શખ્સોએ યુવકને મારી સામે કેમ અરજી આપી કહીને ઝઘડો કર્યો હતો અને લાફા મારીને બે શખ્સે પકડી રાખીને યુવક ઉપર ચાકુથી હુમલો કર્યો હતો. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બે શખ્સોએ પકડી રાખી ચાકુથી હુમલો કરતા લોહી લુણાણ હાલતમાં ભાગ્યો તો લાકડીથી માર્યો, ધારિયું બતાવી કહ્યું તું મારુ નામ લઇશ તો જાનથી મારી નાખીશ
ઠક્કનગરમાં રહેતા યુવકની પત્ની સાથે તકરાર કરતા યુવકે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. ઠક્કનગરમાં રહેતા યુવકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ચાર લોકો સામે ફરિયાદન નોંધાવી છે કે તા. ૨૩ના રોજ ફરિયાદી પોતાના ઘર પાસે ઉભા હતા ત્યારે આરોપી આવ્યો હતો અને મારા સામે કેમ અરજી આપી છે તેમ કહેતા યુવકે જણાવ્યું કે, તે મારી પત્ની સાથે ઝઘડો કર્યો હોવાથી અરજી આપી છે કહેતા જ તે ઉશ્કેરાઇને બિભત્સ ગાળો બોલીને પાંચ લાફા માર્યા હતા.

ઠક્કનગરમાં રહેતા યુવકની પત્ની સાથે તકરાર કરતા યુવકે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. આ સમયે આરોપી સાથે આવેલા શખ્સોએ ફરિયાદી યુવકને પકડી રાખ્યો હતો અને આરોપી ચાકુથી ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો જેથી યુવક લોહી લુહાણ થઇ ગયો હતો અને જીવ બચાવી ભાગ્યો તો આરોપીએ લાકડીથી માર માર્યો હતો. બાદમાં આરોપીઓ હવે તું મારું નામ લઇશ તો તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપીને પલાયન થઇ ગયા હતા.
ત્યારે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં પગે પાંચ ટાંકા લઇને હાલમાં સારવાર ચાલુ છે. આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.