અમદાવાદ : શાહઆલમ ચાર રસ્તા પાસે બે મિત્રો ટુ-વ્હીકલ પર જતા હતા ત્યારે બાઇક પર બે અજાણ્યા શખ્સોએ આવીને ઓવરટેક કરીને અકસ્માત કરવાનો પ્રયાસ કર્યો હતો
અમદાવાદ : શાહઆલમ ચાર રસ્તા પાસે બે મિત્રો ટુ-વ્હીકલ પર જતા હતા ત્યારે બાઇક પર બે અજાણ્યા શખ્સોએ આવીને ઓવરટેક કરીને અકસ્માત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી બંને મિત્રોએ શુ થયું છે કહેતા બંને શખ્સોએ ઝઘડો કરીને માર મારવા લાગ્યા હતા. આ દરમ્યાન બીજા આઠ સાગરીતો બોલવ્યા બાદ તમામ શખ્સોએ ભેગા મળીને બંને મિત્રોને માર મારી ચાકુથી હુમલો કરીને નાસી ગયા હતા. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

રખિયાલમાં રહેતા યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ૧૦ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે મોડી રાત્રે તેના મિત્ર સાથે મોપેડ ઉપર બેસીને શાહઆલમ દરગાહ જતા હતા ત્યારે ભૂલાભાઇ ચાર રસ્તા પાસે પહોચ્યા તે સમયે પૂરઝડપે આવી રહેલ બાઇક પર બે અજાણ્યા શખ્સો ઓવરટેક કરીને સાહીલખાનના વ્હીકલને દબાવવા જતા તેને તેનું વાહન ઉભુ રાખ્યું હતું.
ત્યારબાદ યુવકે શુ થયુ છે કહેતા બંને શખ્સોએ તેમની સાથે ઝઘડો કરીને મારવા લાગ્યા હતા. આ દરમ્યાન બંને શખ્સોએ અન્ય મિત્રોને ફોન કરતા આઠ શખ્સો આવ્યા હતા અને તમામે ભેગા મળીને સાહીલ અને તેના મિત્રને મારમારીને ચાકુ વડે હુમલો કર્યો હતો. આ સમયે ટોળાથી બચવા યુવકો નજીકમાં આવેલી દુકાનમાં સેતાઇ ગયા હતા. દરમિયાન પોલીસ આવી જતા તમામ શખ્સો ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે દસ શખ્સો સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ વધુ તપાસ હાથ ધરી છે.