અમદાવાદ : નવરંગપુરામાં નોકરી કરતા દારૂના નશામાં ધૂત હે. કોન્સ્ટેબલે સોમવારે મોડી રાત્રે પૂરઝડપે કાર હંકારી હતી અને સ્વસ્તિક ચાર રસ્તા પાસે પરિવાર સાથે ઘરે જઈ રહેલા યુવકની કારને ટક્કર મારી હતી
અમદાવાદ : નવરંગપુરામાં નોકરી કરતા દારૂના નશામાં ધૂત હે. કોન્સ્ટેબલે સોમવારે મોડી રાત્રે પૂરઝડપે કાર હંકારી હતી અને સ્વસ્તિક ચાર રસ્તા પાસે પરિવાર સાથે ઘરે જઈ રહેલા યુવકની કારને ટક્કર મારી હતી. એટલું જ નહિ પોલીસકર્મીએ પરિવારને મારવાની ધમકી પણ આપી હતી. પોલીસ તપાસ કરતા કારમાંથી દારૂની ખાલી બોટલ પણ મળી આવી હતી.
અમદાવાદ : પરિવારને મારવાની ધમકી આપતો વિડિયો વાયરલ થતા ટ્રાફિક પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી
અમદાવાદ : નવરંગપુરામાં રહેતા અને કાપડનો વ્યવસાય કરતા યુવકે ટ્રાફિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નરોડામાં રહેતા અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હે.કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાવી છે કે સોમવારે રાત્રે કાર લઈને સ્વસ્તિક ચાર રસ્તા સિગ્નલ પાસેથી પસાર થતા હતા. પોલીસ જવાને કાર પૂર ઝડપે ચલાવી લાવીને ફરિયાદીની કારને ટક્કર મારી હતી. જેથી પરિવારજનો નીચે ઉતર્યા હતા ફરિયાદીને માથાના ભાગે સામાન્ય ઈજાઓ થઇ હતી.
નશામાં ધૂત પોલીસ જવાને પરિવારને મારવાની ધમકી આપી હતી. જેથી લોકોએ વિડિયો ઉતારીને દારૂ પીધેલા હે. કો.ને પકડી રાખીને ટ્રાફિક પોલીસને હવાલે કર્યો હતો. પૂછપરછ કરતા તે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હોવાનું સામે આવ્યુ છે. પોલીસે પ્રાથમિક તપાસ કરતા તે નશાની હાલતમાં હતો. કારમાંથી ખાલી દારૂની બોટલ અને પોલીસનો યુનિફોર્મ પણ મળી આવ્યો હતો.