66ના ગળા કપાયા! અમદાવાદમાં ઉત્તરાયણ પર્વ પર ઇમર્જન્સી કોલમાં વધારો, 108માં 2,953 કેસ તો કરુણામાં આવ્યા આટલા હજાર કોલ
Ahmedabad news: અમદાવાદમાં ઉત્તરાયણ પર્વ પર 108માં સાંજે 8 વાગ્યા સુધીમાં 2,792 કેસ નોંધાયા છે, જ્યારે કરુણા અભિયાનમાં 6 વાગ્યા સુધી 1,327 ઇમરજન્સી કોલ આવ્યા હતાં.
Ahmedabad Uttarayan Parva in on 108 reported till 6 pm in 2,953 cases
અમદાવાદ : પક્ષી ફસાયાના કોલમાં વધારો
ઉતરાયણ દરમિયાન ફાયરને 35 કોલ આવ્યા
ફાયર બ્રિગેડે પક્ષીઓનુ કર્યું રેસ્ક્યું

ઉત્તરાયણના પવિત્ર તહેવારને લઈ અમદાવાદમાં ઇમર્જન્સી કોલમાં વધારો થયો છે તો બીજી તરફ 35 જેટલા કોલમાં ફાયર વિભાગને પણ મળ્યા હતાં. આપને જણાવીએ કે, અમદાવાદમાં ઉત્તરાયણ પર્વ પર ઇમર્જન્સી કોલમાં વધારો થયો છે, 108માં સાંજે 8 વાગ્યા સુધીમાં 2792 કેસ નોંધાયા છે. જે ગત વર્ષની સરખાણીએ આ વર્ષે કેસ વધુ નોંધાયા છે.
ઇમર્જન્સી કોલમાં વધારો
અમદાવાદ : ઉતરાયણ પર્વ પર ઇમર્જન્સી કોલમાં વધારો થયો છે. 108માં 2,792 કેસ નોંધાયા છે. જેમાં દોરી વાગવા, અકસ્માતના પણ બનાવો નોંધાયા છે, તો બીજી તરફ કરુણા અભિયાનમાં પણ ઇમરજન્સી કોલમાં વધારો થયો છે. 6 વાગ્યા સુધીની વાત કરવામાં આવે તો 1,327 કોલ આવ્યા છે. જેમાં 834 પશુ અને 439 પક્ષીને ઈજા થયાના કોલ આવ્યા હતાં.
દોરી વાગવાના બનાવો
રાજ્યમાં અનેક લોકોને દોરી વાગવાના પણ બનાવો નોંધાયા છે. આપને જણાવીએ કે, રાજ્યમાં દોરી વાગવાના 66 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 27, વડોદરા 7, સુરત 7, ભાવનગર અને રાજકોટમાં 4-4 કેસ નોંધાયા છે. બાકીના શહેરમાં ક્યાંક 3 તો ક્યાંક 2 તો મોટા ભાગના સ્થળે 1 કેસ નોંધાયા છે. તો રોડ અકસ્માતમાં 513 કેસ નોંધાયા છે. સૌથી વધુ 99 કેસ અમદાવાદમાં નોંધાયા છે.
35 જેટલા કોલમાં ફાયર બ્રિગેડે કામગીરી કરી
અમદાવાદ : ઉત્તરાયણ દરમિયાન ફાયર બ્રિગેડને પણ ખાસા એવા કોલ મળ્યા હતાં. 35 જેટલા કોલમાં ફાયર બ્રિગેડે કામગીરી પણ કરી છે. જેમાં ફસાયેલા પક્ષીઓનું રેસ્ક્યુ કરી પક્ષીઓને બચાવવામાં આવ્યા હતું. હજુ પણ આ આંકડો વધે તેવી શકયતાઓ છે.