માલધારીઓની Dy.કમિશનર મિહિર પટેલ સાથે રજૂઆત કરવામાં આવી
વિષય : તાજેતરમાં પશુઓ અને માલધારીની પરિસ્થિતિ અંગે સરકાર સામે માલધારીની માંગણીઓ
અમદાવાદની પાસે આવેલા ગેસપુર ગામમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશુઓને મૃત હાલતમાં નાખી દેવામાં આવ્યા હતા અને કોર્પોરેશનના ઢોર ડબ્બા ઉપર રોજેરોજ મોટી સંખ્યામાં ગાયોની મૃત્યુ થઈ રહ્યું છે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી અને સરકારના અધિકારીઓની માલધારી સમાજ સામે એક સાજીશ સ્વરૂપે જોવામાં આવે છે
માલધારીની માંગણીઓ
- ગ્યાસપુર ખાતે ગાયના જે મૃતદેહ રજળતી હાલત મા મળ્યા છે એમાં તંત્ર અને કસાઈઓ વચ્ચે મીલીભગતછે નો આક્ષેપ
- જવાબદાર અધિકારીઓને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરવામાં આવે અને એમના ઉપર ફોજદારી જુનો દાખલ કરવામાં આવે
- માલધારીઓની સરકાર સામે માંગણી છે કે તત્કાલ ધોરણે માલધારીઓના દબાવેલા ગૌચરોને ખુલ્લા કરી આપવામાં આવે
- પશુ રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની હદમાં વૈકલ્પિક વ્યવસ્થા તત્કાલ ધોરણે કરવામાં આવે
- જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી લાઇસન્સ ની પ્રક્રિયા હળવી કરી અને પશુપાલકોના ટેક્સ બિલ લાઈટ બિલ આધાર કાર્ડ ભાડા કરાર જેવા પુરાવા માન્ય રાખવામાં આવે
- લાયસન્સ લેવાની પ્રક્રિયા ની સમય મર્યાદામાં વધારો કરવામાં આવે
- માલધારીઓની જે ગાયો ઢોર ડબ્બા ઉપર પૂરી છે તેને તત્કાલ ધોરણે હળવો દંડ લઈને છોડી આપવામાં આવે
- માલધારીઓની ખીલે બાંધેલઅને વાડામાં બાંધેલ પશુઓ જે માલધારીઓની રોજગારી છે તેને છીનવી લેવામાં ના આવે અને ખીલે બાંધેલી ગાયો છોડવામાં ના આવે
- માલધારીઓ સામે જે ક્રૂરતાથી પોલીસ તંત્ર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ વર્તાવ કરે છે અસભ્ય વર્તન કરે છે મહિલાઓ સાથે અસભ્ય વર્તન થાય છે તે ન કરવામાં આવે અને માનવ અધિકારના ધારા ધોરણ મુજબ તેમના માનવ અધિકારોનું પાલન કરવામાં આવે
- ઢોરવાડા અને સરકાર સંચાલિત તથા ટ્રસ્ટ સંચાલિત ગૌશાળાઓમાં ગાયો તથા અન્ય પશુઓ માટે પૂરતી વ્યવસ્થા ઘાસચારો પાણી ડોક્ટરની વ્યવસ્થા કરવામાં આવે જેવી માંગો કરવામાં આવી છે