ચૂંટણી પહેલા કોંગ્રેસ અને AAPના નારાજ નેતાઓ ભાજપમાં જોડાય કે ન જોડાય પણ અપક્ષ ધારાસભ્યએ રાજીનામું આપી ભાજપમાં જોડાવાનું એલાન કરી દીધું
લોકસભા ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ જાણે પૂરજોશમાં ખીલી છે. આ બધાની વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. વિગતો મુજબ વડોદરાના વાઘોડિયા વિધાનસભાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું છે. આજે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે મુલાકાત કરી રાજીનામું સોંપ્યું છે.
ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપના નારાજ નેતાઓ ભાજપમાં જોડાય કે ન જોડાય પણ અપક્ષ ધારાસભ્યએ ભાજપમાં જોડાવાનું એલાન કરી દીધું છે. વડોદરાની વાઘોડિયા સીટના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આજે રાજીનામું આપી દીધું છે. આ તરફ રાજીનામાં બાદ ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું નિવેદન પણ સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, થોડા દિવસ બાદ ભાજપમાં જોડાઈશ. મતદારો સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લીધો છે અને રાજીનામું આપવાનું બીજું કોઈ કારણ ન હોવાનું પણ તેમણે ઉમેર્યું છે.