ડભોઇ નગરપાલિકા દ્વારા ડ્રેનેજ સાફ-સફાઈ કરવા નવું મશીન પણ કામ નથી કરતું આ વિસ્તારમાં ટેન્કરથી ખાલી કરતા છતાં પણ પરિસ્થિતિ એની એ આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા થઈ રહેલ કામગીરી તસવીરમાં નજરે પડે છે.
ડભોઇ નગરપાલિકા : ડભોઇ વસઈવાલા જીન વિસ્તાર મા છ માસ થી ડ્રેનેજ ના રેલા રોડ ઉપર ફરતા છતા પાલિકા લાચાર…?
ડભોઇના મહુડી ભાગોળ વસઈવાલા જીન વિસ્તાર મા પાછલા છ માસ થી ડ્રેનેજ ના રેલા રોડ ઉપર નિકળી રહ્યા છે.અસહ્ય દુર્ગંધ થી રાહદારીઓ અને વિસ્તાર મા રહેતા લોકો બીમાર પડે છે અને પરેશાન થઈ રહ્યા છે.છતા નગર પાલિકા લાચાર અવસ્થામા મુકાઈ ગઈ છે…
ડભોઇ નગરપાલિકા પાસે અત્યાધુનિક સાધનો હોવા છતા સફાઇ કામદારો ઉભરાતી ડ્રેનેજ ના ઢાંકણે જઈ હાથતાળી દઈ પરત ફરી રહ્યા છે.સમસ્યાનુ નિરાકરણ ના આવતા ડ્રેનેજ ના રેલાઓ થી કંટાળેલા લોકો નો મોરચો પાલીકા તરફે કુચ કરે તો નવાઇ નહી.સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાનો વહીવટ પ્રાથમિક જરુરીયાતો ની સુવિધા લોકો ને સારી રીતે અને સફળ રીતે આપે તે માટે જ હોય છે.
ડભોઇ ના સદ્દનસીબે નગર પાલિકા નો દરજ્જો વર્ષો થી મળેલો છે.છતા ગ્રામ પંચાયત ના વહીવટ ને પણ સારો કહેવડાવે તે રીતેનો જ વહીવટ થતો આવ્યો છે.હાલ ના પાલિકા માં જાંબાઝ અને સેવાકીય કર્મનિષ્ઠ અને યુવા ચીફ ઓફિસર જય કિશન તડવી અને પ્રમુખ હોવા સાથે વહીવટ કરવામા પણ અગ્ર છે.
ત્યારે નગર ના લોકો તેઓ પાસે થી પ્રાથમિક સુવિધાઓ સારી અને સફળ રીતે મળે તેવી આશા સેવી રહ્યા છે.ત્યારે વહેલીતકે નગર ના ડ્રેનેજ ના રેલાઓ થી પીડાતા લોકો ને રાહત થાય તેવા પગલા લઈ પાલિકા પ્રમુખ અંગતરસ દાખવે તો જ પરીણામ મળે તેમ હોવાનુ નર્કાગાર પરિસ્થિતિ મા રહેતા લોકો માની રહ્યા છે.ત્યારે વહેલી તકે લોકો ની સમસ્યાનુ નિરાકરણ આવે તે જરુરી બન્યુ છે.
રહીશોમાં થતી ચર્ચાઓ મુજબ પાલિકા પ્રમુખને આ બાબતે કઈ રસ ના હોવાનું લાગે છે ? કારણ કે આ જ વિસ્તારમાંથી ચૂંટાયેલ સદસ્ય ઉપપ્રમુખ બનેલ છે. તો તે પોતે આ વિસ્તારની સમસ્યા સત્વરે દૂર કરે તેવી આ વિસ્તારના લોકોની માગ છે.