આજકાલનાં કપલ્સમાં લગ્ન બાદ માતા-પિતા અને પરિવારથી દૂર રહેવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
આ ટ્રેન્ડને કારણે પરિવારના વૃદ્ધોને પોતાના સંતાનોથી દૂર કરી દીધા છે. તેવામાં અમરેલીના બાબરામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે. જુઓ અનોખા લગ્ન :
જેણે આ અનોખા લગ્ન ટ્રેન્ડ પર ચાલનારા લોકોને એક શીખ આપી છે.
પોતાના લગ્નમાં જ દાદા-દાદીના મૃત્યુ બાદ પણ તેમની ગેરહાજરી વર્તાતા પૌત્રએ બંનેના સ્ટેચ્યુ બનાવી લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યારે જુઓ અનોખા લગ્ન વિગતવાર આ રિપોર્ટમાં
લગ્નના મંડપની સામે સજી ધજીને શણગારેલા આ સ્ટેચ્યુ પર એક નજર કરો….આ સ્ટેચ્યુ એ બાબરાના રાજપોપટ પરિવારના મોભી નંદલાલભાઈ પોપટ અને તેમના પત્નીનું છે…. કે જેમનું થોડા વર્ષોપહેલા જ નિધન થઇ ચૂક્યું છે.પરંતુ લગ્ન આવે અને પોતાના સ્વજનોને ભૂલી નથી શકતા..કાઠિયાવાડની આજ સહજ પરંપરા ચાલી આવી છે એમાં પણ પૌત્રના લગ્નનો હરખ તો દાદા-દાદીનો સહ વિશેષ હોય છે….ત્યારે તેમના નિધન બાદ તેમની ગેરહાજરી ખટકતા એક અનોખો પ્રયાસ એક પૌત્ર નિકુંજ દ્વારા કરવામાં આવ્યો છે.
તેણે તેના પિતા હસુભાઈને વાત કરતા તેમની મદદથી લગ્ન સ્ટેજની સામે જ બા-દાદાનું અનોખું સ્ટેચ્યુ બનાવ્યું હતું….પૌત્રની વર્ષોથી ઈચ્છા રહી હતી કે તે તેના દાદા દાદીની હૈયાતીમાં જ લગ્ન કરે પરંતુ કમનસીબે એવું નહિ થઇ શકતા તેમના દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો..
તો આ સ્ટેચ્યુ એટલું અદભુત રીતે તૈયાર કરવામાં આવ્યું હતું કે,જાણે તેઓ અહીં પોતેજ હાજર હોય અને તે જોઈને પણ સૌ કોઈ અભિભૂત થઇ ગયા હતા અને પોતાના સ્વજનની યાદ તાજી કરાવી દીધી હતી.તેમજ પરિવારના લોકોએ પણ તેમના આશીર્વાદ મેળવ્યા હતા અને આંનંદિત રીતે સમગ્ર પ્રસંગ વિતાવ્યો હતો.આ ક્ષણે કેટલાક લોકો ભાવુક પણ થઇ ગયા હતા….એક તરફ ગાડામાં જાન જોડાઈ હતી અને વરરાજા પણ તૈયાર હતા અને સાથે દાદા-દાદીનો સાથે હોય તેવો અહેસાસ થતા સૌ કોઈમાં અનોખી ખુશી જોવા મળી હતી…
તેવામાં આ એક કિસ્સો સૌ કોઈને અંદરથી ખુશ કરી રહ્યો છે…આજકાલ આ એક અનોખા લગ્ન માનવામાં આવી રહ્યા છે…કારણ કે લોકો લગ્ન બાદ વડીલોથી દૂર રહેવાનું પસંદ કરતા હોય છે..ત્યારે આ સ્ટેચ્યુમાં પણ દાદા-દાદી હોવાનો અહેસાસ મેળવીને લગ્નના ફેરાઓ ફરવા એ વાત જ લોકોને ટચ કરી જાય છે.