કોંગ્રેસના મોટા નેતાએ PM મોદીને આપ્યો રામ મંદિરનો શ્રેય, કહ્યું એ ન હોત તો મંદિર ન બન્યું હોત
કોંગ્રેસ નેતાએ અયોધ્યા રામમંદિર નિર્માણનો શ્રેય PM મોદીને આપતાં કહ્યું કે,” જો મોદી ના હોત તો મંદિર ન બન્યુ હોત..”
Congress leader Acharya Pramod praised Pm Modi for making the ram mandir
કોંગ્રેસ નેતાએ અયોધ્યા રામમંદિરનો શ્રેય PM મોદીને આપ્યો
કહ્યું ,” જો મોદી ના હોત તો મંદિર ન બન્યુ હોત..”
સમારોહમાં ન જોડાવાનાં કોંગ્રેસનાં નિર્ણયની આલોચના પણ કરી
અયોધ્યામાં રામલલાનાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની વચ્ચે કોંગ્રેસનાં એક નેતાએ રામમંદિર નિર્માણનો શ્રેય પ્રધાનમંત્રી મોદીને આપ્યો છે. તેમણે કહ્યું કે જો નરેન્દ્ર મોદી દેશનાં પ્રધાનમંત્રી ન હોત તો રામમંદિર ન બની શક્યું હોત.. રામમંદિર માટે પ્રધાનમંત્રી મોદીનાં વખાણ કરનારા આ કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છએ જે પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ ન થવાનાં નિર્ણય માટે કોંગ્રેસની આલોચના પણ કરી ચૂક્યાં છે.
PM મોદીનાં ભરપૂર વખાણ
આચાર્ય પ્રમોદ કૃષ્ણમે મીડિયા સાથેની વાતચીત દરમિયાન PM મોદીનાં વખાણ કરતાં કહ્યું કે તેમના કારણે જ આજે આ શુભ દિવસ આવ્યો છે. કલ્કિ પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે “મંદિરનું નિર્માણ કોર્ટનાં નિર્ણયથી થયું છે. સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો છે. ભગવાન શ્રીરામ જન્મભૂમિનાં મંદિરનું નિર્માણ શરૂ થયું. હવે પ્રાણ-પ્રતિષ્ઠા છે. આ વાત સાચી છે કે મંદિરનું નિર્માણ કોર્ટનાં નિર્ણયથી થયું છે પણ જો મોદી દેશનાં પ્રધાનમંત્રી ન હોત, જો તેમની જગ્યાએ કોઈ અન્ય PM હોત તો આ નિર્ણય ન આવ્યો હોત, આ મંદિર ન બની શક્યું હોત. હું રામમંદિરનાં નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠાનાં આ શુભદિવસનો શ્રેય નરેન્દ્ર મોદીને આપવા ઈચ્છું છું.”
તેમણે કહ્યું કે “કેટલીયે સરકાર આવી, કેટલાય પ્રધાનમંત્રી આવ્યાં, વિશ્વ હિંદૂ પરિષદ, RSS, બજરંગ દળ, સંત-મહાત્માઓએ મોટા બલિદાન આપ્યાં. ઘણો લાંબો સંઘર્ષ છે પણ જો મોદી પ્રદાનમંત્રી ન હોત તો મંદિરનું નિર્માણ ન થઈ શક્યું હોત”