Weather Update :હવામાન વિભાગે આગામી પાંચ દિવસની આગાહી કરતા વરસાદ અને હીટવેવનું અનુમાન કર્યું છે
Weather Update :ઉનાળો આ વખતે ભારે આકરો થવાનો છે અને વારંવાર હીટવેવ આવતી રહેવાની છે, તેવી સ્થાનિક હવામાન વિભાગની આગાહી છે. હાલમાં Meteorological Department Forecast ઉનાળો આ વખતે ભારે આકરો થવાનો છે અને વારંવાર હીટવેવ આવતી રહેવાની છે, તેવી સ્થાનિક હવામાન વિભાગની આગાહી છે. હાલમાં ઉનાળાની પહેલી હીટવેવની અસર હેઠળ પોરબંદર, ગીર-સોમનાથ અને કચ્છ જિલ્લા આવી ગયા છે.
અમદાવાદમાં પર ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે. અમદાવાદીઓ રાજ્યના અન્ય પ્રમુખ શહેરોની જેમ દિવસ દરમિયાન કાળઝાળ ગરમી અનુભવી રહ્યા છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી પાંચ દિવસની આગાહી કરતા વરસાદ અને હીટવેવનું અનુમાન કર્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલથી પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે. આ અંગે માહિતી આપતા હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, આજે ગુજરાતના કેટલાક વિસ્તારમાં હીટવેવ રહેશે તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઇ શકે છે.
વરસાદ અંગે તેઓએ જણાવ્યું કે, આજે છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર અને કચ્છના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના છે. તો દીવ, ગીર સોમનાથ, પોરબંદરમાં હીટવેવ થવાની પણ આગાહી છે.