Weather Update :માર્ચના અંત સુધીમાં ગરમીનો પારો આસમાને પહોંચશે, મહત્તમ તાપમાન વધીને 40 ડિગ્રી સુધી પહોચી શકે છે
Weather Update :રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. માર્ચના અંત સુધીમાં ગરમીનો પારો આસમાને પહોંચશે. મહત્તમ તાપમાન વધીને 40 ડિગ્રી સુધી પહોચી શકે છે. જેને પગલે લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. સૌરાષ્ટ્રમાં પણ આકરી ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
પવનની દિશા ઉત્તર-પૂર્વ-ઉત્તર હોવાથી ગરમીમાં વધારો થવાની રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ મહિનાના અંત સુધીમાં ગરમીનો પારો વધીને 40 ડિગ્રી સુધી પહોચશે જેને કારણે કાળઝાળ ગરમીમાં લોકોએ શેકાવું પડશે. સોમવારે સૌથી વધુ નલિયામાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 36.1 ડિગ્રી અને ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન નોધાયું છે.
ગુજરાતીઓ ગરમીમાં શેકાવવા માટે થઈ જાવ તૈયાર. આ આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે માર્ચ મહિનાના અંત સુધી ગરમીનો પારો આસમાને પહોંચશે. માર્ચ મહિનાના અંતમાં 40 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકશે. જ્યારે સૌરાષ્ટ્રમાં માર્ચ મહિનાના અંત સુધી 40 ડિગ્રી તાપમાન પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરાઇ છે.
તો હાલમાં પવનની દિશા ઉત્તર પૂર્વ ઉત્તર ગુજરાતમાં છે. તો દક્ષિણ ગુજરાતમાં પૂર્વ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે હાલ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હાલ અમદાવાદનું તાપમાન 36.1 ડિગ્રી તો ગાંધીનગરનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોધાયું છે જ્યારે સૌથી વધુ નલિયામાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે.