Weather News :માર્ચ મહિનાનાં બીજ અઠવાડિયામાં જ રાજ્યમાં તાપમાનનો પારો 35 ડિગ્રી જતા લોકો ઉનાળાની શરૂઆતમાં જ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા
Weather News :માર્ચ મહિનાનાં બીજ અઠવાડિયામાં જ રાજ્યમાં તાપમાનનો પારો 35 ડિગ્રી જતા લોકો ઉનાળાની શરૂઆતમાં જ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. તો બીજી તરફ ઉત્તર ભારતનાં અમુક વિસ્તારોમાં હિમવર્ષાને કારણે લોકોએ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. હજુ પણ રાત્રીનાં સમયે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.
તો બપોર બાદ કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. રાજ્યમાં આગામી 5 દિવસમાં ગરમી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 16 માર્ચથી તાપમાનમાં વધારો થશે. તેમજ રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફ છે. 9 શહેરોમાં તાપમાન ઉનાળાની શરૂઆતે 34 ડિગ્રીને પાર પહોંચ્યું છે.
હવામાન વિભાગે વાતાવરણ અંગે આગાહી કરી છે કે રાજ્યમાં તાપમાન સામાન્ય કરતા ઓછું નોંધાઈ રહ્યું છે. તો આવતીકાલથી તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે. જેના કારણે લોકોને ગરમીનો વધુ અહેસાસ થશે. જેના કારણે અમદાવાદમાં તાપમાનનો પારો 38 ડિગ્રી સુધી પોહચી શકે છે. તો હાલ રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફની છે.
જો રાજ્યનું તાપમાન જોઈએ તો સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 14 ડિગ્રી નોંધાયુ અને સૌથી વધુ મહત્તમ તાપમાન સુરતમાં 35.2 ડિગ્રી નોંધાયુ છે. જે બાદ સુરેન્દ્રનગરમાં 34.7 અને બાદમાં અમદાવાદમાં 34.5 તાપમાન વધુ નોંધાયું છે. તો 9 શહેરોમાં તાપમાન 34 ડીગ્રીને પાર પોહચ્યું છે.