Gujarat Weather :ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, માવઠાની શક્યતાએ ખેડૂતોની ચિંતા વધારી | Breaking News 1

Spread the love

Gujarat Weather :રાજ્યમાં ફરી પાછો વાતાવરણમાં પલ્ટાની આગાહી કરવામાં આવતા ખેડૂતોનો જીવ પડીકે બંધાઈ જવા પામ્યો છે

Gujarat Weather :રાજ્યમાં ફરી પાછો વાતાવરણમાં પલ્ટાની આગાહી કરવામાં આવતા ખેડૂતોનો જીવ પડીકે બંધાઈ જવા પામ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં તા. 8 થી 11 માર્ચ દરમ્યાન વાતાવરણમાં પલ્ટો આવવાની શક્યતા છે. તેમજ પવન અને વાદળછાયા વાતાવરણ રહેશે અને કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. તેમજ 18 થી 20 માર્ચ દરમ્યાન પણ વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી છે.

Weather

આગામી બે દિવસ હજુ પણ વાતાવરણ સુકું રહેશે. તેમજ માર્ચ મહિનામાં ગરમીથી શેકાવા તૈયાર થઈ જાઓ. તેમજ અલનીનોની અસરનાં કારણે આ વર્ષે ઉનાળો આકરો રહેશે. તેમજ રાજ્યમાં લઘુત્તમ તાપમાન 2-3 ડિગ્રી વધવાની શક્યતાઓ છે. તેમજ ઉત્તર દિશામાંથી પવન ફુંકાશે. માર્ચ મહિનામાં તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે. 

માર્ચ મહિનો શરુ થતાની સાથે જ રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી માહોલ છવાયો હતો. જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડતા ખેતરમાં ઉભો પાક નિષ્ફળ જવાની ભીંતી સેવી રહ્યા હતા. તો અમુક જગ્યાએ બરફનાં કરા પણ પડ્યા હતા. તો જીરું, એરંડા સહિતના પાકમાં ભારે નુકશાનની શક્યતા ખેડૂતો સેવી રહ્યા છે. 

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *