Gujarat Weather :ગુજરાતમાં ફેબ્રુઆરી મહીનાથી જ જાણે ઉનાળાની શરુઆત થઇ ગઇ હોય તેવો અનુભવ થઇ રહ્યો છે, 9 શહેરોમાં તાપમાનનો પારે 34 ડિગ્રીને પાર પહોંચ્યો છે.
Gujarat Weather :ગુજરાતમાં ફેબ્રુઆરી મહીનાથી જ જાણે ઉનાળાની શરુઆત થઇ ગઇ હોય તેવો અનુભવ થઇ રહ્યો છે. 9 શહેરોમાં તાપમાનનો પારે 34 ડિગ્રીને પાર પહોંચ્યો છે. અમદાવાદમાં તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું છે.
ગુજરાતમાં હજુ તો શિયાળાએ વિદાય લીધી નથી, જો કે તે પહેલા જ ગરમી શરુ થઇ ગઇ છે. ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસમાં તાપમાનમાં વધારો નોંધાયો છે.ગુજરાતમાં 9 શહેરોમાં તાપમાનનો પારો 34 ડિગ્રીને પાર પહોંચ્યો છે. બપોરે આકરી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. ગુજરાતમાં ફેબ્રુઆરી મહીનાથી જ જાણે ઉનાળાની શરુઆત થઇ ગઇ હોય તેવો અનુભવ થઇ રહ્યો છે. 9 શહેરોમાં તાપમાનનો પારો 34 ડિગ્રીને પાર પહોંચ્યો છે.
અમદાવાદમાં તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું છે. પાંચ દિવસમાં અમદાવાદનું તાપમાન પાંચ ડિગ્રી જેટલુ વધી ગયુ છે. વડોદરામાં તાપમાન 36.2 ડિગ્રી, તો સુરતમાં 36.0 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. બીજી તરફ રાજકોટમાં 35.5 ડિગ્રી અને અમરેલીમાં 36.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. વહેલી સવારે સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, તો બપોરે આકરી ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. બે દિવસ બાદ તાપમાન ઘટવાની હવામાન વિભાગની આગાહી કરી છે.